બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે મોટું નુકસાન

Agriculture News: આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ. જાણો કઈ-કઈ બાબતો અંગે રાખવું જોઈએ ધ્યાન...

બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે મોટું નુકસાન

Agriculture News: ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી, જેથી છેતરપિંડીથી બચી શકાય એમ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

ખેડૂતો ક્યાં કરતા હતા સૌથી મોટી ભૂલ?
અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. અગાઉ ખેડૂતો આ બાબતોનું નહોંતા આપતા ધ્યાન, તેને કારણે અહીં જ થતી હતી ખેડૂતોની સૌથી મોટી ભૂલ. જેને કારણે ખેડૂતોને ખર્ચવા પડતા હતા વધુ રૂપિયા.

ખેડૂતોએ કઈ બાબતની કરવી જોઈએ ખાસ ચકાસણી?
ખેડૂતોએ બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને પજી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે, એમ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news