5 શેર ગણાય છે શેરબજારના બાપ! એક ગગડે તો પણ ભારતીય શેરબજારમાં આવે છે તોફાન, રાખજો નજર

Share Market Prediction: દુનિયામાં શેરબજાર વધે કે ઘટે અમુક શેર પર ખાસ અસર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ પણ કહી શકાય કે જ્યારે કોઈ ચોક્કસ સ્ટોક ઘટે છે કે વધે છે ત્યારે તેની સીધી અસર બજાર પર પડે છે. ભારતીય શેરબજારમાં હજારો શેરો લિસ્ટેડ છે જેનો દરરોજ વેપાર થાય છે, પરંતુ તેમાંથી 5 શેર એવા છે જે બજારની સ્થિતિ અને દિશા નક્કી કરે છે.

5 શેર ગણાય છે શેરબજારના બાપ! એક ગગડે તો પણ ભારતીય શેરબજારમાં આવે છે તોફાન, રાખજો નજર

Stock Market Knowledge: ઝી બ્યુરો/નવી દિલ્હી: શેર બજારમાં રોકાણ ધરાવો છો તો આ કંપનીઓ પર નજર રાખવી એ સૌથ વધારે જરૂરી છે. આ 5 કંપનીઓમાંથી એકને છીંક પણ આવે તો પણ ભારતનું શેર બજાર ધરાશયી થઈ જાય છે. માર્કેટ કેપના સંદર્ભમાં, આ કંપનીઓ શેરબજારમાં ભારે રસૂખદાર છે. માર્કેટમાં કામ કરતા મોટા રોકાણકારો અને ટ્રેડર્સ દરરોજ આ 5 શેરોની હિલચાલ પર નજર રાખે છે. કારણ કે, આ શેરોની મૂવમેન્ટ પરથી માર્કેટની નસ પકડી શકાય છે. તમે આ શેરબજારની હિલચાલ પર નજર રાખશો તો તમે શેરબજારમાં માસ્ટર બની જશો કારણ કે આ કંપનીઓની નજર સૌથી વધારે શેરબજારની તેજી મંદી પર હોય છે. 

દુનિયામાં શેરબજાર વધે કે ઘટે અમુક શેર પર ખાસ અસર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ પણ કહી શકાય કે જ્યારે કોઈ ચોક્કસ સ્ટોક ઘટે છે કે વધે છે ત્યારે તેની સીધી અસર બજાર પર પડે છે. ભારતીય શેરબજારમાં હજારો શેરો લિસ્ટેડ છે જેનો દરરોજ વેપાર થાય છે, પરંતુ તેમાંથી 5 શેર એવા છે જે બજારની સ્થિતિ અને દિશા નક્કી કરે છે. તેમની સ્થિતિ અને શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ 5 શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 58 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે પણ આ શેરોના ભાવમાં ઘટાડો આવે ત્યારે શેરબજારની ચિંતા વધી જાય છે. આ 5 શેરોમાં તેજી ભારતના શેરબજારમાં તેજી લાવે છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
નિફ્ટી 50 ઇન્ડેક્સમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સૌથી વધુ ભારણ છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 20 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
TCS (Tata Consultancy Services), દેશની અને વિશ્વની અગ્રણી IT કંપની, માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી કંપની છે. TCSનું માર્કેટ કેપ 14.80 લાખ કરોડ રૂપિયા છે.

HDFC બેંક
ભારતીય શેરબજારમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ HDFC બેન્કના શેર ત્રીજા સ્થાને આવે છે. HDFC બેંકનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

ICICI બેંક
દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICIનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 7.5 લાખ કરોડ છે. ICICI અને HDFC બેન્ક નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં અગ્રણી શેરો છે.

ઇન્ફોસિસ
દેશની અન્ય અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસ પણ માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ નિફ્ટી 50માં 5મા સ્થાને છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપ 7 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.

આ તમામ 5 કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 58 લાખ કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં આ શેરોમાં થતી દરેક વધઘટની અસર બજારની મુવમેન્ટ પર પડે છે. એટલે જો તમે શેરબજારમાં કામ કરી રહ્યાં છો તો આ 5 શેરની હલચલ પર ખાસ નજર રાખો...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news