તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું

બજેટ 2020નું કાઉન્ટડાઈન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાના અંતમાં 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ (Budget 2020) રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટની જાહેરાતને કારણે વેપારી આલમમાં હલચલ બની રહેશે. પરંતુ આ દરમિયાન દેશવાસીઓના માથે મોટું સંકટ આવી પડ્યું છે. કારણ કે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકો બંધ (Bank Strike) રહેવાની છે. આ કારણે સામાન્ય નાગરિકો કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે. એટલુ જ નહિ, આ દિવસો પગારના દિવસો હોવાથી, પગારની ચૂકવણીમાં પણ અસર પડી શકે છે.
તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું

નવી દિલ્હી :બજેટ 2020નું કાઉન્ટડાઈન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાના અંતમાં 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ (Budget 2020) રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટની જાહેરાતને કારણે વેપારી આલમમાં હલચલ બની રહેશે. પરંતુ આ દરમિયાન દેશવાસીઓના માથે મોટું સંકટ આવી પડ્યું છે. કારણ કે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકો બંધ (Bank Strike) રહેવાની છે. આ કારણે સામાન્ય નાગરિકો કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે. એટલુ જ નહિ, આ દિવસો પગારના દિવસો હોવાથી, પગારની ચૂકવણીમાં પણ અસર પડી શકે છે.

ઢળતી ઉંમરના પ્રેમે ગુલ ખીલવ્યા, સંતાનોના લગ્ન પહેલા સુરતના વેવાઈ અને વેવણ ભાગી ગયા...

હકીકતમાં ઈન્ડિયન બેંક એસોસિયેશને (Indian Banks Association-IBA)પોતાની કેટલીક માંગોને કારણે હડતાળ પર ઉતરવાનુ નક્કી કર્યું છે. એસોસિયેશનના કર્મચારીઓએ 31 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તેથી આ કર્મચારીઓ આ દિવસોમાં કામ નહિ કરે. હળતાળને પગલે બે દિવસ બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે. 2 ફેબ્રુઆરીના રોજ રવિવારની રજા છે. આ રીતે બેંકો 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે.

IBA એ સેલેરીમાં વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે, જોકે માનવામાં આવ્યો નથી. યુનિયનના પગારમાં 20 ટકાનો વધારો કરવામાં અને સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની માંગ કરી છે. આ માંગોને લઈને બેંક યુનિયનના એસોસિયેશને હડળાતની જાહેરાત કરી છે. આ પહેલા પણ 8 જાન્યુઆરીના રોજ કેટલાક બેંક કર્મચારી સંગઠનોએ હડળાત કરી હતી.

8 જાન્યુઆરી પહેલા 26 ડિસેમ્બરના રોત્ર ત્રણ સરકારી બેંકોના વિલયની વિરુદ્ધ સરકારી બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની દિવસભર લાંબી હડળાત ચાલી હતી. જોકે, પગારમાં વધારાની માંગ પર કર્મચારીઓએ 21 ડિસેમ્બરના રોજ હડતાળ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news