કોરોનાના હાહાકાર વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર, જાણો UNCTAD એ શું કહ્યું?

ભારતની નિકાસ વૃદ્ધિમાં ગત વર્ષના ત્રિમાસિકની સરખામણીમાં આ વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 6.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો જો કે ભારતે સપ્ટેમ્બરમાં નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાવ્યો.

કોરોનાના હાહાકાર વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર, જાણો UNCTAD એ શું કહ્યું?

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક માર ઝેલી રહેલા ભારત માટે સારા સંકેત છે. United Nations Conference on Trade and Development(UNCTAD)ના જણાવ્યા મુજબ ભારતના નિકાસ (India Export) વૃદ્ધિમાં આ વર્ષના ત્રિમાસિકમાં ગત વર્ષના સમાન ત્રિમાસિકની સરખામણીમાં ઘટાડો થયો પરંતુ સપ્ટેમ્બરમાં તેમા તેજી જોવા મળી છે. ભારતે સપ્ટેમ્બરમાં નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાવ્યો.

બીજા ત્રિમાસિકની સરખામણીમાં થયો સુધારો
UNCTADના નવા વૈશ્વિક વેપાર અપડેટમાં કહેવાયું છે કે વૈશ્વિક વેપારે 2020ના ત્રીજા ત્રિમાસિકમાં ગત વર્ષની સમાન અવધિની સરખામણીમાં 5 ટકાનો ઘટાડો નોંધ્યો. જો કે બીજા ત્રિમાસિકમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તેની સરખામણીમાં તેમા સુધારો થયો છે. UNCTADને આશા છે કે ચોથા ત્રિમાસિકમાં પણ રિકવરી ચાલુ રહેશે. 

સપ્ટેમ્બરમાં ભારતે 4 ટકાનો વધારો નોંધાવ્યો
ભારતની નિકાસ વૃદ્ધિમાં ગત વર્ષના ત્રિમાસિકની સરખામણીમાં આ વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 6.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો જો કે ભારતે સપ્ટેમ્બરમાં નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર વેપાર અને વિકાસ સંસ્થાને વૈશ્વિક વેપારનું મૂલ્ય 2019ના સંબંધમાં 7 ટકાથી 9 ટકા વચ્ચે રહેવાની આશા છે. પરંતુ આ વખતે ઠંડીની સીઝનમાં કોવિડ-19ના પ્રસાર પર નિર્ભર કરશે. 

વિકાસશીલ દેશોમાં થઈ રહ્યો છે ઝડપથી સુધાર
UNCTADના મહાસચિવ મુખિસા કિટૂયીએ કહ્યું કે 'થોડા સમયમાં મહામારીના પ્રસારમાં ઘટાડો થવાના કારણે આવનારા મહિનાઓમાં વેપારની સંભાવનાઓ વધશે.' તેમણે વધુમાં કહ્યું કે 'કેટલાક 'ગ્રીન શૂટ્સ' હોવા છતાં અમે કેટલાક ક્ષેત્રોમાં ઉત્પાદનમાં મંદી કે પ્રતિબંધાત્મક નીતિઓમાં અચાનક વૃદ્ધિ ન કરી શકીએ.' UNCTADએ કહ્યું કે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં વ્યાપક ઘટાડો વિકાસશીલ અને વિક્સિત દેશો માટે સમાન હતો પરંતુ વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં નિકાસ ઝડપથી સુધરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news