Vidya Balan: 44 વર્ષે અભિનેત્રીનું જબરદસ્ત બોલ્ડ ફોટોશૂટ, માત્ર અખબાર લપેટીને પડાવ્યો ફોટો

Actress Vidya Balan Photos: બોલીવુડની એ હસીન અભિનેત્રી જેને લોકોએ વર્ષોથી સાડી સિવાય લગભગ બીજા કોઈ આઉટફિટમાં નહીં જોઈ હોય. પણ અચાનક જો આ અભિનેત્રી કપડાં વગર આવી જાય અને તે પણ માત્ર અખબાર વીંટીને તો લોકોના હોશ ઉડી જાય તે સ્વાભાવિક છે. 

આ અભિનેત્રી છે વિદ્યા બાલન. વિદ્યા બાલને હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. જેની એક ઝલક ડબ્બુ રત્નાનીએ ઈન્સ્ટાગ્રામ પર દેખાડી છે. વિદ્યા બાલનનો નવો ફોટો જોયા બાદ લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે. 

વિદ્યા બાલનનું મોસ્ટ હોટ ફોટોશૂટ!
અભિનેત્રી વિદ્યા બાલનના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. વિદ્યા મોટાભાગે સાડી કે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળતી હોય છે. પણ તેના આ નવા અંદાજે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. આ નવો અંદાજ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. ફોટામાં વિદ્યા બાલન એક કોફી ટેબલ પર કપડાં વગર અખબાર વીંટેલી જોવા મળી રહી છે. વિદ્યા બાલને ફોટોશૂટ માટે હાથમાં એક કપ પકડ્યો છે અને આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે. 

ચાહકોના હોશ ઉડ્યા
ડબ્બુ રત્નાનીના આ લેટેસ્ટ ફોટોશૂટમાં વિદ્યા બાલન ખુલ્લા કર્લી હેર અને ગ્લોસી મેકઅપમાં એકદમ કાતિલ હસીના લાગે છે. નેટીઝન્સ પણ વિદ્યા બાલનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ કેટલાક લોકો એવા પણ છે જે વિદ્યાના 44 વર્ષની ઉંમરે આવા બોલ્ડ ફોટોશૂટ પર ભડકીને ટ્રોલ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news