Gullak Season 4: ફરીથી જોવા મળશે મિશ્રા પરિવારની મજેદાર વેબ સિરીઝ ગુલ્લક, સીઝન 4 નું થયું અનાઉંસમેન્ટ

Gullak Season 4: ટીવીએફની સૌથી લોકપ્રિય સીરીઝ ગુલ્લક ફરી એકવાર અતરંગી કિસ્સા સાથે શરુ થવાની છે. આ સીરીઝની ત્રણ સીઝન આવી ચુકી છે. તેને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ વેબ સીરીઝની શરુઆત 2019 માં થઈ હતી. હવે આ વેબ સીરીઝની ચોથી સીઝન શરુ થવાની છે. જેને લઈને સત્તવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 

Gullak Season 4: ફરીથી જોવા મળશે મિશ્રા પરિવારની મજેદાર વેબ સિરીઝ ગુલ્લક, સીઝન 4 નું થયું અનાઉંસમેન્ટ

Gullak Season 4: ધ વાયરલ ફીવર આજે લીડિંગ કંટેંટ ક્રિએટર તરીકે ઓળખાય છે. તેના શાનદાર અને મનોરંજનથી ભરપુર શો ઘરેઘરમાં લોકપ્રિય થયા છે. ટીવીએફએ પોતાની શરુઆત ડિજિટલ એંટરટેનમેંટ તરીકે કરી હતી. તે દર્શકો માટે હંમેશા કંઈક નવું લાવે છે. જે દર્શકોને આકર્ષિત કરે છે. આવો જ એક શો ફરીથી જોવા મળશે. 

ટીવીએફની સૌથી લોકપ્રિય સીરીઝ ગુલ્લક ફરી એકવાર અતરંગી કિસ્સા સાથે શરુ થવાની છે. આ સીરીઝની ત્રણ સીઝન આવી ચુકી છે. તેને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ વેબ સીરીઝની શરુઆત 2019 માં થઈ હતી. હવે આ વેબ સીરીઝની ચોથી સીઝન શરુ થવાની છે. જેને લઈને સત્તવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 

ટીવીએફે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં એક ગુલ્લક જોવા મળે છે અને તેના પર લખ્યું છે ફરી એકવાર ખનકવા માટે ગુલ્લક તૈયાર છે. તમે તૈયાર છો ગુલ્લકની સીઝન 4 માટે ? સાથે જ મિશ્રા પરિવારનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ વેબ સીરીઝની ચોથી સીઝન પણ સોની લીવ પર ટુંક સમયમાં રિલીઝ થશે. 

શ્રેયાંશ પાંડે દ્વારા બનાવેલી અને નિર્દેશિત આ વેબ સીરીઝમાં જમીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી, વૈભવ રાજ ગુપ્તા અને હર્ષ માયર મુખ્ય ભુમિકામાં જોવા મળે છે. આ પોસ્ટ પછી દર્શકોની આતુરતા પણ વધી ચુકી છે. લોકો પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news