Scam 1992ની જોડી ફરી મચાવશે ધૂમ! ગુજ્જુ બોય Pratik Gandhi હવે આ મોટી ફિલ્મમાં ચમકશે!

Scam 1992 વેબ સિરીઝ પછી ફરી એકવાર પ્રતીક ગાંધી અને હંસલ મહેતા સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે આ જોડી સાથે મળીને એક ફિલ્મ બનાવી રહી છે જેનું નામ ”Dedh Bigha Zameen” છે.

Scam 1992ની જોડી ફરી મચાવશે ધૂમ! ગુજ્જુ બોય Pratik Gandhi હવે આ મોટી ફિલ્મમાં ચમકશે!

મુંબઈ: ઉત્તર પ્રદેશ હાલમાં ફિલ્મ ડાયરેક્ટર અને નિર્માતાઓની પહેલી પસંદ બન્યું છે. જ્યાં સતત આ બધા ફિલ્મ મેકર્સ ઉત્તર પ્રદેશ જઈને શૂટ કરવાનું પસંદ કરે છે. આ કામમાં ઉત્તર પ્રદેશ પ્રશાસનનો બહુ મોટો હાથ રહ્યો છે. જ્યાં બધા લોકોને શૂટિંગ કરવાની પરમિશન તરત મળી રહી છે. એવાાં વેબ સિરીઝ સ્કેમ 1992ના ડાયરેક્ટર હંસલ મહેતા પણ હવે ઉત્તર પ્રદેશમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી દીધું છે.

pratik gandhi and khushali kumar starrer movie dedh bigha zameen poster out  release date story and cast - भूषण कुमार की बहन के अपोजिट आ रहे हैं एक्टर  प्रतीक गांधी, फिल्म डेढ़

હંસલ મહેતા-પ્રતીક ગાંધીની જોડી ફરી ચમકશે:
ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં બંનેની જોડી ફરી એકવાર જોવા મળવાની છે. આ વખતે ફિલ્મનું શૂટિંગ ઝાંસીમાં શરૂ થઈ ગયું છે. હંસલ મહેતાની આ નવી ફિલ્મનું નામ ”Dedh Bigha Zameen” છે. આ ફિલ્મની જાહેરાત પછી પ્રતીક ગાંધીના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. જ્યાં આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક સામાન્ય માણસના હકની લડાઈની કહાની છે.
 

— Hansal Mehta (@mehtahansal) August 18, 2021

 

ફિલ્મની ટીમ પહોંચી ઝાંસી:
ફિલ્મની ટીમ આ ફિલ્મન શૂટિંગ માટે ઝાંસી પહોંચી ચૂકી છે. જ્યા આ ફિલ્મનું નિર્દેશન પુલકિત કરી રહ્યો છે. હંસલ મહેતાએ કહ્યું કે તે આ ફિલ્મમાં કોઈપણ પ્રકારની મદદ માટે પુલકિતની સાથે હાજર રહેશે. પુલકિતે તેની પહેલાં જાણીતી વેબ સિરીઝ બોસ- ડેડ અને અલાઈવનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર, પ્રતીકની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કેટલાંક દિવસો પહેલાં જ ખુશાલીએ આર માધવન અને અપારશક્તિ ખુરાનાની સાથે પોતાની એક ફિલ્મને પૂરી કરી છે. જેના કારણે તે આ નવા પ્રોજેક્ટને લઈને ઘણી ઉત્સાહિત છે.

ઉત્તર પ્રદેશ ફિલ્મોના શૂટિંગ માટે બન્યું હોટ ફેવરિટ:
ઉત્તર પ્રદેશમાં વધતાં શૂટિંગ કલ્ચરની વાત કરીએ તો છેલ્લાં અનેક વર્ષોમાં મોટા સિતારાઓએ પોતાની ફિલ્મોની શૂટિંગને લખનઉ અને આજુબાજુના શહેરોમાં કર્યું છે. જેમાં નવાઝુદ્દીન સિદ્દિકીની ફિલ્મ રાત અકેલી હૈ સહિત અનેક મોટા પ્રોડક્શનની ફિલ્મોનો સમાવેશ થાય છે. જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે-2નું શૂટિંગ લખનઉમાં પૂરું કર્યું છે. જ્યાં હાલમાં લખનઉમાં વેબ સિરીઝ ભોકાલ-2નું શૂટિંગ ચાલુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news