‘બિગ બોસ 13’ માટે સલમાનને મળી છે આંખો ફાટી જાય એટલી બધી ફી !

બોલિવૂડનો સુલતાન સલમાન ખાન આ વર્ષે પણ બિગ બોસ સિઝન 13 હોસ્ટ કરતો જોવા મળશે

‘બિગ બોસ 13’ માટે સલમાનને મળી છે આંખો ફાટી જાય એટલી બધી ફી !

મુંબઈ : બોલિવૂડનો સુલતાન સલમાન ખાન ટૂંક સમયમાં બિગ બોસ સિઝન 13 હોસ્ટ કરતો જોવા મળશે. હાલમાં આ શો વિશે મોટા સમાચાર વાઇરલ થયા છે. બિગ બોસમાં સલમાન ખાનની ફી અંગે લાંબા સમયથી સમાચાર આવી રહ્યાં છે. કહેવાય છે કે સલમાન બિગ બોસની 13મી સિઝનમાં એક એપિસોડ માટે 31 કરોડ રૂપિયા લેશે. જોકે સલમાનની ટીમ સાથે જોડાયેલાં સૂત્રોએ પિંકવિલા સાથે વાતચીતમાં મોટો 

આ ખુલાસા પ્રમાણે સલમાન આ શો હોસ્ટ કરવા માટે દરેક અઠવાડિયે એક ચોક્કસ રકમ લેવાને બદલે અઠવાડિયાની લગભગ 31 કરોડ રૂપિયા જેટલી મોટી ફી લેવાના પ્લાનમાં છે. આમ, સલમાન ‘બિગ બોસ સિઝન 13’ના 26 એપિસોડ હોસ્ટ કરશે અને એ માટે મેકર્સ 403 કરોડ રૂપિયા આપશે. 

મળતી માહિતી પ્રમાણે બિગ બોસ સિઝન 13માં ભાગ લેવા માટે ચંકી પાંડે, રાજપાલ યાદવ, વરીના હુસૈન, મહાઅક્ષય ચક્રવર્તી, અંકિતા લોખંડે, ડેની ડે, ચિરાગ પાસવાન, મેઘના મલિક, રાહુલ ખંડેલવાલ તેમજ હિમાંશ કોહલીનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં સલમાન ખાન પોતાના ટીવી પ્રોડક્શનમાં વ્યસ્ત છે. સૂત્રોના મતે, સલમાન 'ધ કપિલ શર્મા શો', 'નચ બલિયે 9' તથા 'ગામા પહેલવાન' જેવા ટીવી શો પ્રોડ્યૂસ કર્યાં બાદ હવે કલર્સ ચેનલ તથા એન્ડેમોલ પ્રોડક્શન ('બિગ બોસ', 'ખતરો કે ખિલાડી' તથા 'ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર' જેવા શોના મેકર્સ) સાથે મળીને એક શો લાવવા માગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news