Sridevi Death Anniversary: શ્રીદેવીનો મોત પહેલાનો છેલ્લો Photo સામે આવ્યો, જોઈને ફેન્સ થયા ભાવુક

Sridevi, Death Anniversary: દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની આજે 5મી પુણ્યતિથિ છે. પતિ બોની કપૂરે આજે સોશિયલ મીડિયા પર શ્રીદેવીની મોત પહેલાની છેલ્લી તસવીર શેર કરી. આ ફોટામાં શ્રીદેવી પોતાના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે.

Sridevi Death Anniversary: શ્રીદેવીનો મોત પહેલાનો છેલ્લો Photo સામે આવ્યો, જોઈને ફેન્સ થયા ભાવુક

દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની આજે 5મી પુણ્યતિથિ છે. પતિ બોની કપૂરે આજે સોશિયલ મીડિયા પર શ્રીદેવીની મોત પહેલાની છેલ્લી તસવીર શેર કરી. આ ફોટામાં શ્રીદેવી પોતાના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે. આ ફોટો દુબઈમાં થયેલા લગ્નનો છે જેને અટેન્ડ કર્યા બાદ શ્રીદેવીનું નિધન થયું હતું. 

શ્રીદેવીનો છેલ્લો ફોટો જોઈ ફેન્સ થયા ઈમોશનલ
આ તસવીરમાં શ્રીદેવી ગ્રીન કલરની સાડીમાં જોવા મળે છે. ફોટામાં શ્રીદેવી સાથે પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર પણ જોવા મળે છે. બોનીએ આ ફોટો શેર કરતા લખ્યું કે લાસ્ટ પિક્ચર. હવે આ પોસ્ટ જોયા બાદ લોકો ખુબ ઈમોશનલ થઈ ગયા છે. 

જાન્હવીએ પણ કરી હતી ઈમોશનલ પોસ્ટ
થોડા દિવસ પહેલા શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવીએ પણ ખુબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેણે શ્રીદેવી સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે મા હું તમને આજે પણ દરેક જગ્યાએ શોધુ છું. હું જ્યારે કઈ પણ કરું છું ત્યારે આશા સાથે કરું છું કે તમને મારા પર ગર્વનો અનુભવ થશે. જ્યાં જઉ છું, અને જે પણ કરુ છું હું હંમેશા તમારા માટે વિચારું છું. મારું બધુ તમારાથી શરૂ થાય છે અને તમારા પર જ પૂરું થાય છે. 

54 વર્ષની ઉંમરે થયું હતું નિધન
સુપરસ્ટાર શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં 54 વર્ષની ઉંમરે થયું હતું. તેમના મોત સૌથી ચોંકાવનારા મોતમાંથી એક હતું. વાત જાણે એમ હતી કે શ્રીદેવી ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ ગઈ હતી. જ્યાં એક હોટલના બાથટબમાં મૃત અવસ્થામાં મળી આવી. જાહન્વીની ડેબ્યુ ફિલ્મ ધડક જોવા માંગતી હતી. પરંતુ અફસોસ એવું થઈ શક્યું નહીં. જાહન્વીને આ વાતનો અફસોસ આજે પણ છે કે માતા તેની પહેલી ફિલ્મ જોઈ શકી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news