Taarak Mehta Ka Ooltah Chashma: ઈન્તેજાર ખતમ! તારક મહેતા...માં દયાબેનની થઈ વાપસી, નવા પ્રોમો Video માં દેખાઈ ઝલક

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા કેટલાય વર્ષોથી ટીવી પર ધમાલ મચાવતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો'માંથી લોકપ્રિય દયાબેનનું પાત્ર ગાયબ છે. દર્શકો પણ દયાબેનને ખુબ જ મિસ કરે છે. પરંતુ હવે દયાબેનના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.

Taarak Mehta Ka Ooltah Chashma: ઈન્તેજાર ખતમ! તારક મહેતા...માં દયાબેનની થઈ વાપસી, નવા પ્રોમો Video માં દેખાઈ ઝલક

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા કેટલાય વર્ષોથી ટીવી પર ધમાલ મચાવતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો'માંથી લોકપ્રિય દયાબેનનું પાત્ર ગાયબ છે. દર્શકો પણ દયાબેનને ખુબ જ મિસ કરે છે. પરંતુ હવે દયાબેનના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. કારણ કે દયાબેનની વાપસીના ભણકારા વાગી રહ્યા છે. આ શોના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. પછી તે જેઠાલાલ હોય, બબીતા, માસ્ટર ભીડે, દયાબેન, ડો. હાથી, ટપ્પુ કે પછી બાપુજી હોય. દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. આ શોનો એક પ્રોમો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોતા એમ લાગે છે કે હવે દયાબેન શોમાં જલદી પાછા ફરવાના લાગે છે. 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જેઠાલાલ તેના સાળા સુંદર સાથે વાત કરી રહ્યા છે. વીડિયોમાં સુંદર એવું કહેતો જોવા મળે છે કે 'બહેના જરૂર આયેગી, પક્કા આયેગી બહેના. મે ખુબ બહેના કો લે કર આઉંગા. મેં બિલકુલ મઝાક નહીં કર રહા હું. યહ સુંદર કા આપકો વાદા હૈ.' સુંદરની આ વાતો સાંભળીને જેઠાલાલ ખુશીમાં ઝૂમી ઉઠે છે  અને કહે છે કે 'પહલીબાર તેરે મુંહ સે કોઈ બાસ સુનને મે અચ્છી લગ રહી હૈ'. 

એટલું જ નહીં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દયાબેનની એક ઝલક દેખાડવામાં આવી. તે ઓરેન્જ સાડીમાં એન્ટ્રી કરતી જોવા મળી. આ પ્રોમો વીડિયો જોઈને દર્શકોની આતુરતા જાણે સાતમા આસમાને પહોંચી ગઈ છે. એક યૂઝરે તો વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે 'આશા રાખુ છું કે જૂની દયા પાછી ફરે.' જ્યારે બીજા ફેને લખ્યું કે 'હવે દયાને જોવા માટે વધુ રાહ જોઈ શકતો નથી.'

સિરિયલમાં દયાબેનની વાપસી અંગે એવી અટકળો ચાલી રહી હતી કે દિશા વાકાણી જ દયાબેન બનીને પાછી ફરશે. પરંતુ તે અંગે હજુ પણ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.  હવે દયાબેન જો પાછા ફરવાના હોય તો પછી તેમની ભૂમિકામાં દિશા વાકાણી જ હશે કે પછી કોઈ અન્ય પાત્ર તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ હાલ તો દર્શકો આ પ્રોમો વીડિયો જોઈને ઉછળી પડ્યા છે કે હવે જરૂરી દયાબેન આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news