TMKOC: ક્યાં ગાયબ થયા 'તારક મહેતા' ના 'સોઢી' પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ

Gurucharan Singh aka Sodhi Missing: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના ફેમસ રોશન સિંહ 'સોઢી' ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. એક્ટર ગુરૂચરણ સિંહ ગુમ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહી પોલીસે પણ મિસિંગનો કેસ દાખલ કર્યો છે. 

TMKOC: ક્યાં ગાયબ થયા 'તારક મહેતા' ના 'સોઢી' પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેમસ એક્ટર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. શોમાં રોશન સિંહ 'સોઢી' નું પાત્ર ભજવનાર અભિનેતા ગુમ થઇ ગયા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુરૂચરણ સિંહ ગુમ થઇ ગયા છે. તેમના પિતાએ પોલીસમાં પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ કરી છે. જોકે અત્યારે પરિવાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

'સોઢી' ના રોલમાં ગુરૂચરણ સિંહને ઘર ઘરમાં ઓળખ મળી. તે કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ઘણો વર્ષો સુધી કામ કરી ચૂક્યા છે. હવે 'ટાઇમ્સ નાઉ' ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુરૂચરણ સિંહ મિસિંગ છે. તેમણે વર્ષ 2020 માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તે દિલ્હી શિફ્ટ થઇ ગયા હતા. શો છોડ્યા બાદ તેમની પાસે કોઇ કામ ન હતી. તે ખૂબ સામાન્ય જીંદગી જીવતા હતા. 

ગાયબ થયા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સોઢી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂચરણ સિંહ દિલ્હીથી મુંબઇ 22 એપ્રિલ 2024 માટે નિકળ્યા હતા. તેમણે પોતાના એક મિત્ર અભિનેતાને પણ આ વિશે જાણકારી આપી હતી. એવામાં તે એક્ટ્રેસ તેમને એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચી હતી. પરંતુ ફ્લાઇટના સમયે ગુરૂચરણ સિંહ એરપોર્ટ પર આવ્યા જ નહી. અભિનેત્રીએ ખૂબ રાહ જોઇ અને પછી ઘરે જતી રહી. તેને લાગ્યું કે ગુરૂચરણ સિંહની ફ્લાઇટ મિસ થઇ ગઇ હશે અથવા પછી કંઇક કામ આવી ગયું હશે. 

લાગતો નથી ગુરૂચરણ સિંહનો ફોન
ગુરૂચરણ સિંહની મિત્ર ઘરે આવીને તેમને ફોન લગાવ્યો. પરંતુ નંબર લાગી રહ્યો નથી. 'સોઢી' ફેમ એક્ટરનો નંબર સતત 'નોટ રિચેબલ' આવી રહ્યો હતો. ત્યારબાદ તેમણે એક્ટરની ફેમિલી સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news