મોટો ખુલાસો! ચારેય IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું મોટું રહસ્ય

ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS (ઈસ્લામિક સ્ટેટ)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ ATSએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.

મોટો ખુલાસો! ચારેય IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું મોટું રહસ્ય

ઉદય રંજન/અમદાવાદ: ISISના ચાર આત્મઘાતી હુમલા ખોરોની ગુજરાત ATSએ ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના યહૂદી, ખ્રિસ્તી, RSS અને BJPના લોકો નિશાના પર હતા. 

ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 15 દિવસ પહેલા એક માહિતી મળી હતી કે ચાર આતંકીઓ ગુજરાતમાં પ્રવશે કરવાના છે. જેના પગલાં પર છેલ્લા પંદર દિવસથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાર વોચ રાખવામાં આવી હતી. આ ચાર આતંકીઓ ની ઓળખ કરવા માટેથી ગુજરાત એટીએસએ હજારોની સંખ્ય માં હવાઈ અને ત્રણમાં મુસાફરી કરતા મુસાફરોની યાદી તૈયાર કરી હતી. જેમાં શંકાના દાયરામાં હતા. જેમાં ઈન્ડિગો ફ્લાઇટના ચાર મુસાફરો આવ્યા હતા. જેના નામ હતા નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમ હતા જે તમામ શ્રીલંકાના કોલંબોના રહેવાસી છે ત્યારે ગુજરાત એટીએસે 19મીને રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર ફાઈલટ આવે એ પહેલા જ કોર્ડન કરીને નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમને પકડી પડ્યા હતા. 

ગુજરાત એટીએસ કચેરી ખાતે લઇને પૂછ પરછ શરુ કરી હતી, ત્યારે આ ચાર આતંકીઓ અંગ્રેજી કે હિન્દી ભાષા ના જાણતા હતા અને માત્ર તામિલ ભાષા જ જાણતા હોવાથી અમદાવાદના દુભાષિયા મારફતે પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આ ચારેય આતંકી ISISના આતંકીઓ છે જે ગુજરાત અને ભારતમાં યહૂદી, ખ્રિસ્તી , RSS અને BJPના લોકો પર હુમલો કે આત્મઘાતી હુમલો કરવાના હતા. જેના માટેની તમામ તૈયારીઓ આ આતંકીઓ કરી નાખી હતી. 

ISISના આ ચાર નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમ આતંકીઓની પૂછપરછ શરુ કરી જાણવા મળ્યું હતું કે ISના હેન્ડલર અબુ બકર બગદાદીના ગત ફેબ્રુઆરી માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક માં આવ્યા હતા અને ISના આતંકી સંગઠન માં જોડયા હતા ત્યારે ISના હેન્ડલર અબુ બકર બગદાદી મૂળ શ્રીલંકાનો છે અને હાલ પાકિસ્તાનમાં વસવાટ કરે છે. 

ત્યારે ISના હેન્ડલર અબુ બકર બગદાદીએ ભારતમાં ગુજરાત આવા માટે કહ્યું હતું અને અબુ બેકાર બગદાદીએ શ્રીલંકાના ચલણમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા ત્યારે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ચાર આતંકીઓ હુમલો કરવા માટેથી હથિયાર પણ ગાંધીનગરના ચિલોડા ખાતેથી નર્મદા કેનાલ પાસે અવાવરું જગ્યા પર ત્રણ પિસ્તોલ અને 20 કારતુસ પહેલેથી જ છુપાવીને રખયા હતા, જે લેવા જવાના હતા અને ત્યારબાદ હુમલો કરવાના હતા, પરંતુ તે પહેલા જ ગુજરાત એટીએસએ પકડી પાડયા હતા. 

આતંકીઓની પૂછ પરછ અને મોબાઈલમાંથી શું શું પુરાવા મળી આવ્યા છે?
આતંકી નુસરથ ગની પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવેલ છે

આ ચાર આતંકીઓ પૈકી બે આતંકીઓના મોબાઈલ માંથી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવેલ. જે ફોટોગ્રાફ્સ...

1 - પાણીની કેનાલ,

2- મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ. 

3 - બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ.

4 - ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ-બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ.

5 - આકારના પાર્સલ તેમજ ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગેઝીનના હોવાનું જણાઇ આવેલ હતું. 

6 - ગાંધીનગરના નાના ચિલોડા પાસેથી લોકેશન હતું, જ્યા આ તમામ વસ્તુઓ છુપાવી હતી ત્યારે ગુજરાત એટીએસએ આ સ્થળ પર રેડ કરતા તમામ વસ્તુઓ મળી આવી હતી.

આ આતંકીઓ આતંકી હુમલો કરવા માટે ખાસ વાત ચિત્ત કરવા માટે થી Protonmail માં એક સેલ્ફ ઈ-મેઈલ મળી આવેલ, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલ હતા.જે ગાંધીનગર ના ચિલોડા ના હતા જ્યા હથિયાર છુપાવ્યા હતા જે સંદર્ભે દુભાષિયા મારફતે પૂછપરછ કરતા જાણવા મળેલ કે, આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS) ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદી ના એજન્ટો છે, તેમજ પાકઁશિટન માં બેઠેલા હેન્ડલર અબુ બેકાર બગદાદી તેઓને જણાવેલ હતુ કે તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવેલ છે તે જગ્યાના ફોટા તથા તેનુ લોકેશન પ્રોટોન ડ્રાઇવ તથા પ્રોટોન મેઇલ ઉપર મુકલ્યા હતા અને તે જગ્યાએ જઇ હથિયારો મેળવી અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ આગળના સમયમાં કરવા નો છે. 

ગુજરાત એટીએસે લોકેશન અને Co-ordinates પર તપાસ કર્યા શું મળી આવ્યું હતું ?
ત્યારે એ.ટી.એસ. ગુજરાતની એક ટીમ દ્વારા ઉપરોક્ત ઈસમો તથા પંચો તેમજ ટ્રાન્સલેટર ને સાથે રાખી તાત્કાલિક ઉપરોક્ત મળી આવેલ લોકેશન અને Geo Co-ordinates ખાતે સર્ચ હાથ ધરવામાં આવ્યું , જે સર્ચ દરમિયાન એક ગુલાબી કલરના પાર્સલ માંથી 3 પીસ્ટલ અને 1 કાળા કલરનો ISIS ફ્લેગ મળી આવેલ. ત્રણેય પીસ્ટલ ઉપર સ્ટાર નું ચિહ્ન છે જે પાકિસ્તાની બનાવટ નું હતું મળી આવેલ ત્રણેય પીસ્ટલ ઉપરથી સીરીયલ નંબર ઈરાદાપૂર્વક ભૂંસી નાખ્યું હોવાનું જણાયું હતું . આ ત્રણ પૈકી 2 પિસ્ટલ માં એટેચ કરેલા મેગેઝીનમાં 7-7 કારતૂસ તથા 1 પિસ્ટલ માં એટેચ કરેલા મેગેઝીનમાં 6 કારતૂસ એમ કુલ 20 કારતૂસ રીકવર કરવામાં આવ્યા હતા , જે તમામ કારતૂસ ઉપર FATA લખેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ 3 પીસ્ટલ Norinco Type54 મોડલ ની છે તેમજ કારતુસ પર Federally Administered Tribal Areas (FATA)માં બનાવેલ હોવાનું સામે આવ્યું છે સર્ચ દરમ્યાન મળી આવેલ બ્લેક ફ્લેગ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) નો હતો ત્યારે ચાર પૈકી એક આતંકી નુસરથ ગની પાકિસ્તાની વિઝા પણ ધરાવે છે. 

આ ચાર આતંકીઓ ના મોબાઈલ માંથી મળી આવેલ પુરાવા તેમજ હથિયારો બાબતે પુછતાં જાણવા મળ્યું હતું અગાઉ શ્રીલંકન રેડિકલ મીલીટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા, જેને શ્રીલંકન સરકાર દ્વારા ઈસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019 માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૪ માં તેઓ IS હેન્ડલર અબુ બકર બગદાદી ના સંપર્કમાં આવેલ હતા અને જેનાથી પ્રેયાય ને આતંકવાદી સંગઠન IS માં સભ્ય બન્યા હતા અને તે માટે તેઓએ શપથ લીધેલ હતી તેમજ તેઓ અબુ બકર બગદાદી ના કહેવાથી અમદાવાદ આવ્યા હતા અને તેઓ અબુ બકર બગદાદી ના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઇ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવા ના હતા અને આ કામ માટે અબુએ તેઓને રૂ. 4,00,૦૦૦/- શ્રીલંકન કરન્સી આપી હતી. તેમજ કબ્જે કરેલ હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલેલ હતા. 

આ આતંકીઓ ની પૂછ રપછ માં સામે આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ને સુસાઈડ બોમ્બર તરીકે જેહાદની રાહ માં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી.ત્યારે મળી આવેલ પુરાવાના આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ'' (IS) સાથે જોડાયેલા ચારેય આતંકીઓ શ્રીલંકન નાગરિકો વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ની કલમ 18 તથા 38, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ આઈ.પી.સી.ની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે કોર્ટમાં રજુ કરતા ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત એટીએસ રિમાન્ડ દરમિયાન ભારત અને ગુજરાત માં કોણ કોણ લોકલ સ્પોટ કરી રહયા હતા ક્યાં ક્યાં હુમલો કરવા ના હતા એ દિશામાં તપાસ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news