સંઘાણીનો વિરોધીઓ પર પલટવાર; 'સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરીને નહીં, સહકારથી ચૂંટાય છે'

ભ્રષ્ટાચાર અંગેના વાયરલ લેટર મુદ્દે સંઘાણીએ પલટવાર કરતાં કહ્યું કે, જે લેટર વાયરલ થયો છે તે એક વર્ષ જૂનો છે. તેમના નેતૃત્વમાં ગુજકોમાસોલનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. તેનો હિસાબ પણ તેમણે આપી દીધો છે.

સંઘાણીનો વિરોધીઓ પર પલટવાર; 'સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરીને નહીં, સહકારથી ચૂંટાય છે'

ઝી બ્યુરો/અમદાવાદ: સૌરાષ્ટ્રના સૌથી મોટા સહકારી આગેવાન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી વિરુદ્ધ એક લેટર વાયરલ થયો છે. જેમાં તેમના કથિત ભ્રષ્ટાચારની વિગતો આપવામાં આવી છે. આ મુદ્દે દિલીપ સંઘાણીએ પોતાના વિરોધીઓ પર વળતો પ્રહાર કર્યો છે. 

ભ્રષ્ટાચાર અંગેના વાયરલ લેટર મુદ્દે સંઘાણીએ પલટવાર કરતાં કહ્યું કે, જે લેટર વાયરલ થયો છે તે એક વર્ષ જૂનો છે. તેમના નેતૃત્વમાં ગુજકોમાસોલનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. તેનો હિસાબ પણ તેમણે આપી દીધો છે. અને જે પણ વ્યક્તિને હિસાબ જોવો હોય તે જોઈ શકે છે. આ સિવાય દિલીપ સંઘાણીએ સહકારી સંસ્થાની ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથા સામે ઉઠાવેલા વિરોધ પર તેઓ કાયમ છે. 

તેમણે કહ્યું કે સીઆર પાટીલ એ જણાવે કે સહકારી આગેવાનો ઈલુ-ઈલુ કરે છે તો તેનાથી ભાજપને કેવી રીતે નુકસાન થયું. કેમ કે, ભાજપના નેતા તરીકે અન્ય પક્ષોના સહકારી આગેવાનોએ ભાજપને સહકારી ક્ષેત્રમાં સાથ આપીને વધારે પાર્ટીને વધારે મજબૂત બનાવી છે. તો કેવી રીતે પાર્ટીને નુકસાન થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news