'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહરણ

મહિલાને સાસરીમાં ન જવું હતું છતાં પણ તેની મરજી વિરુદ્ધ માતા-પિતા અને પરિવારજનોની હાજરીમાં પતિ અને તેમના મળતિયા ઈસમો મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જઈ અપહરણ કરતા ધાનેરા પોલીસે ગુનો નોંધી પરણિત મહિલાને છોડવી તેના પતિને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહરણ

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ગામમાંના મંદિરમાંથી 7 જેટલા ઈસમોએ પરણિત મહિલાનું બળજબરીપૂવક અપહરણ કરતા સમગ્ર ઘટનાઓ વીડિયો વાયરલ થયો હતો. 

મહિલાને સાસરીમાં ન જવું હતું છતાં પણ તેની મરજી વિરુદ્ધ માતા-પિતા અને પરિવારજનોની હાજરીમાં પતિ અને તેમના મળતિયા ઈસમો મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જઈ અપહરણ કરતા ધાનેરા પોલીસે ગુનો નોંધી પરણિત મહિલાને છોડવી તેના પતિને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ધાનેરાના રાજોડા ગામની પરણીતાને બળજબરી પૂર્વક ઉઠાવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે પરણીતાના પિતાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી. જેને લઈને પોલીસે મહિલાનું અપહરણ કરનાર તેના પતિને ઝડપી પરિણીતાને તેના ચુંગાલમાંથી છોડાવી તેના પિતાને સોંપી છે. પીડિત મહિલાને સાસરીમાં જવું ન હોવા છતાં તેની મરજી વિરુદ્ધ તેનું બળજબરીથી અપહરણ કરાયું હતું. 

જે ઘટનાનો વિડિયો સામે આવ્યો હતો જો કે મહિલાને બેહરેહમી પૂર્વક ઢસેડી લઈ જવાના મામલે ધાનેરા પોલીસે મહિલાના પતિ સહિત સાત ઈસમો વિરોધ અપરણનો ગુનો દાખલ કરી. ધાનેરાના કોટડા ગામના મહેન્દ્ર પનાભાઈ ચૌધરી નામના પરણીતાના પતિની અટકાયત કરી અન્ય 6 આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news