GSEB Class 10th Result: વડોદરામાં સામે આવી કરૂણ ઘટના! આ પરિવાર માટે ધો. 10 નું પરિણામ ગંભીર સાબિત થયું

GSEB Class 10th Result Live Updates: વડોદરા શહેરમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું. આ પરિણામને જાણવા માટે અગાઉથી જ અનેક વિદ્યાર્થીઓ ઉત્સુક હતા. કેટલાક વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ મેળવ્યું તો વળી કેટલાક વિદ્યાર્થીઓનું ધોરણ 10નું પરિણામ નિરાશાજનક રહ્યું.

GSEB Class 10th Result: વડોદરામાં સામે આવી કરૂણ ઘટના! આ પરિવાર માટે ધો. 10 નું પરિણામ ગંભીર સાબિત થયું

GSEB Class 10th Result: હાર્દિક દીક્ષિત/વડોદરા: આજે રાજ્ય રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતાંની સાથે જ કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નબળા પરિણામથી હતાશ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ આઘાતમાં સરી પડતા હોય છે. આવી જ એક કરુણ ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે.

વડોદરા શહેરમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું. આ પરિણામને જાણવા માટે અગાઉથી જ અનેક વિદ્યાર્થીઓ ઉત્સુક હતા. કેટલાક વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ મેળવ્યું તો વળી કેટલાક વિદ્યાર્થીઓનું ધોરણ 10નું પરિણામ નિરાશાજનક રહ્યું. તેવામાં આજે એક વિદ્યાર્થીની એ પોતાના પરિણામથી હતાશ થઈને આપઘાતનો પ્રયાસ કરી લેતા પરિવારના માથે આભ ફાટ્યું છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રેહતી 15 વર્ષીય એક વિદ્યાર્થીની કે જેને તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીનીને પોતાના પરિણામને લઈને ખૂબ આશા અપેક્ષાઓ હતી. તો સાથે જ વિદ્યાર્થીનીના પરિણામ સાથે પરિવારના સભ્યોની પણ લાગણી જોડાયેલી હતી. આજે જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું. ત્યારે આ વિદ્યાર્થીનીને ધાર્યા કરતા ઓછા માર્કસ મળ્યા તેમ જ પરિણામ પણ નિરાશાજનક આવ્યું હતું. જેથી આ વિદ્યાર્થીની હતાશ થઈ આઘાતમાં સરી પડી હતી.

ધોરણ.10 ના પોતાના નિરાશાજનક પરિણામથી ચિંતિત આ વિદ્યાર્થીનીએ આઘાતમાં આવી પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આજે તે જ્યારે પોતાના ઘરે હતી ત્યારે તેને જેરી પ્રવાહી ગટગટાવી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઝેરી પ્રવાહી ગટગટાવતા આ વિદ્યાર્થીનીની તબિયત લથળી હતી. જેથી પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીનીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ગોત્રી હોસ્પિટલના ફરજ પરના તબીબના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીનીએ નબળા પરિણામથી આઘાતમાં આવી પોતાનું જીવન ટૂંકાવવા માટે કોઈ પ્રવાહી ગટગટાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આ વિદ્યાર્થીને ને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ હાલ તેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષા નું પરિણામ તેમજ પરિવાર ની લાગણી આ બંને વચ્ચે એક મોટો તફાવત છે.બાળકો એ ક્યારેય પરિણામથી હતાશ ન થવું જોઈએ તો સાથે જ વાલીઓએ પણ બાળકો પર ભણતરનો ભાર ન ઝોંકવો જોઈએ. બાળકો માનસિક રીતે ખૂબ કોમળ તેમજ ચંચળ હોય છે. જો આ બાળકોને ભણતરને લઈને વધુ પડતું દબાણ આપવામાં આવે તો તેઓ આઘાતમાં આવી નઈ કરવાનું કરી બેસતા હોય છે, ત્યારે વાલીઓએ પોતાના બાળક સાથે મિત્રતાનો સબંધ કેળવી યોગ્ય ઉછેર કરવો અનિવાર્ય બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news