ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, 100 ટકા પરિણામ ધરાવતી 222 શાળા

આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 
 

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, 100 ટકા પરિણામ ધરાવતી 222 શાળા

ગાંધીનગરઃ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 

રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વર્ષે 222 રહી છે અને 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 79 છે. 

રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે મહત્વનું છે, કે 25 મેના રોજ સવારે 8:00 બોર્ડની વેબસાઇટ ઉપરથી પરિણામ જાણી શકાશે.

અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ(ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news