ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહ ગોહિલે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!

Gujarat News: આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંમેલન યોજી કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું હતું. પ્રવચન દરમ્યાન શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહ ગોહિલે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!

નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાતમાં કોંગ્રેસ માટે આ સ્થિતિ સારી છે.  ભાવનગર ખાતે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાઇ હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંમેલન યોજી કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું હતું. પ્રવચન દરમ્યાન શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. લોકસભામાં કોંગ્રેસ મોટી આશા રાખીને બેઠી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2024

લોકસભા ચુંટણી બાદ આજે ભાવનગર ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં કાર્યકર સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં સંગઠનના આગેવાનો, અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. જેમાં આ વખતે 4 કે તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે એવી આશા શક્તિસિંહે વ્યક્ત કરી હતી. 

ઉપરાંત આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાનાર છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ બુથ લેવલની કામગીરી સહિતની રણનીતિમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા અંગે કાર્યકર્તાઓ સાથે શક્તિસિંહ ગોહિલે સંવાદ કર્યો હતો. ઉપરાંત રામમંદિર, મુસ્લિમ તુષ્ટિકરણ સહિત અનેક મુદ્દાઓને લઈને ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. સાથે સ્માર્ટ મીટર અને ફ્રી વીજળી મુદ્દે પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું જનતા માફ નહિ કરે. 

ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ વીજ મીટરો લગાવતાં વ્યાપક ફરિયાદો ઉઠી છે. મીટરના છબરડાથી માંડીને વધુ વીજ બીલને લઈને વીજ કંપની અને પ્રજા વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થયુ છે.  અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે કે, સ્માર્ટ મીટર ફરજીયાત શું કામ? મોબાઈલમાં પ્રી. પેઈડ અને પોસ્ટ પેઈડનો વિકલ્પ હોય તો સ્માર્ટ મીટરમાં કેમ નહિ? રીચાર્જ કરાવવા સ્માર્ટ ફોન જોઈશે. ગરીબો સ્માર્ટ ફોન ક્યાંથી લાવશે? શું સરકાર સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ ફોન આપશે? ચાવડાએ આરોપ મૂક્યો છે કે, દિલ્હી સહિતના રાજ્યોમાં ૨૦૦ યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તો પછી ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરના નામે ઉઘાડી લૂંટ કરવા સરકાર વીજ કંપનીઓને કેમ પીળો પરવાનો આપવામાં માગે છે તે સમજાતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news