Video: અનેકનો ભોગ લઈ ચુકેલી ગુજરાતની આ જગ્યા પર હજુ પણ ઉમટે છે લોકો! નથી કોઈ રણીધણી

Live Video: 'વહીં જહાં કોઈ આતા જાતા નહીં...' અહીં નથી કોઈ સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કે નથી કોઈ સુરક્ષા કર્મી. ના પોલીસ, ના સિક્યોરિટી, ના કેમેરા, સાવ સુમસામ! અહીં આખો આખો દિવસ ગુટર ગુ કરે છે પ્રેમી પંખીડા. અમદાવાદ નજીક આવેલી છે આ અનોખી જગ્યા.

Video: અનેકનો ભોગ લઈ ચુકેલી ગુજરાતની આ જગ્યા પર હજુ પણ ઉમટે છે લોકો! નથી કોઈ રણીધણી

ઝી બ્યૂરો, અમદાવાદઃ નર્મદા જિલ્લામાં પોઈમાં આખા પરીવારના પાણીમાં પડવાની ઘટના બાદ પણ તંત્રની આંખ ઉઘડતી નથી. તંત્ર દ્વારા હાલ માત્ર પોઈચામાં પાણીમાં જવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. જોકે, ગુજરાતમાં અનેક એવા સ્થળો છે જ્યાં લોકો બેફામ રીતે પાણીમાં જાય છે અને ત્યાં કોઈ પૂછવા વાળું રણીધણી પણ નથી. એવા સ્થળોની યાદીમાં સૌથી ખતરનાક, સૌથી વિવાદિત અને સૌથી અવાવરું સ્થળ એટલે અમદાવાદ નજીક આવેલું ઝાંઝરી. દહેગામ આસપાસ આવેલાં ઝાંઝરીમાં રિયાલિટી ચેક કરતા સામે આવ્યું કે, અહીં પોલીસ તો શું કોઈ પૂછવાવાળું પણ નથી. વીડિયો જોઈને તમને ત્યાંથી સ્થિતિનો અંદાજો આવી જશે.

સામાન્ય રીતે પ્રેમી પંખિડાઓ એકાંતની શોધમાં જ ફરતા હોય છે. તેમને પ્રાઈવર્સી જોઈતી હોય છે. તેથી તેઓ એવી જગ્યા પસંદ કરતા હોય છે જ્યાં બીજું કોઈ ન હોય. ત્યારે અમદાવાદ નજીકની આવે જ એક જગ્યાએ જામે છે પ્રેમી પંખિડાઓનો મેળો. બધા પોતપોતાની રીતે જગ્યા પકડીને સેટ થઈ જાય છે. ના કોઈ પોલીસ હોય છેકે, ના કોઈ સિક્યોરિટી, દૂર દૂર સુધી બધુ જ હોય છે સાવ સુમસામ. 

અત્યાર સુધી અહીં થઈ ચુક્યા છે અનેકના મોતઃ
મોટા ભાગે આ અવાવરું જગ્યા પર પ્રેમી પંખિયાઓ એકાંત માણવા આવતા હોય છે. અહીં નથી પોલીસ, નથી સિક્યોરિટી ગાર્ડ કે નથી કોઈ પણ પ્રકારના કેમેરા. આ એવી જગ્યા છે...'વહીં જહાં કોઈ આતા જાતા નહીં...' અહીં નથી કોઈ સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કે નથી કોઈ સુરક્ષા કર્મી. આ ઝાંઝરી ધોધ વિશે એવું કહેવાય છેકે, સમયાંતરે આ ધોધ કોઈકને કોઈકનો ભોગ લે છે. અત્યાર સુધી ઝાંઝરી ધોધમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે.

 

અહીં ઉમટે છે પ્રેમી પંખીડાઓઃ
ના પોલીસ, ના સિક્યોરિટી, ના કેમેરા, સાવ સુમસામ! અહીં આખો આખો દિવસ ગુટર ગુ કરે છે પ્રેમી પંખીડા. અમદાવાદ નજીક આવેલી છે આ અનોખી જગ્યા. જોકે, આ સ્થળ એક સાવ અવાવરું જગ્યા હોવાથી ત્યાં જવું એ એક પ્રકારનો ખતરો પણ છે. જેથી અહીં આવતા સહેલાણીઓએ અને ખૂણા પકડી પકડીને ઘુટર ઘુ કરવા આવતા પ્રેમી પંખિડાઓએ પણ ખાસ સતર્ક રહેવાની જરૂર છે.

મનમોહક લાગતો ધોધ કેમ કહેવાય છે ભયાનક?
ઝાંઝરી વોટર ફોલ જેટલો મનમોહક લાગે છે તેટલો જ ભયાનક પણ કહેવાય છે. આ સુંદર પાણીના ઝરણાં અનેક લોકોનો ભોગ પણ લઈ ચૂક્યાં છે. તેથી અહીં આવતાં સહેલાણીઓને ખાસ સલાહ છેકે, કોઈએ અહીં વહેતાં ઝરણાંમાં કે ધોધની નીચે ન્હાવાનો પ્રયાસ કરવો નહીં. આમ તો શહેરથી દૂર અને જંગલની વચ્ચે આવેલી આ એક અવાવરું જગ્યા છે. આ જગ્યા સાવ અવાવરું હોવાને કારણે જ પ્રેમી પંખિડાઓ અહીં પોતાનો ડેરો જમાવીને બેઠાં હો છે. જોકે, પોઈચા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે પોલીસે પગલાં લેવાની જરૂર છે.

ક્યાં આવેલો છે ઝાંઝરી વોટર ફોલ?
અમદાવાદથી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડામાં થઈને ત્યાંથી દહેગામથી પસાર થઈને બાયડ જવાના રસ્તે આ વોટર ફોલ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલો છે ઝાંઝરી વોટર ફોલ. પાર્કિંગ પ્લેસથી વોટર ફોલ સુધીનું અંતર આશરે બે થી અઢી કિલોમીટરનું છે. ત્યાં સુધી તમે ચાલીને પણ જઈ શકો છો. જોકે, ઉંટ સવારી કરીને પથ્થરો અને જંગલની વચ્ચેથી ઝાંઝરીના ઝરણાં અને ધોધ સુધી પહોંચવાની મજા જ કંઈક અલગ છે. તમે કોઈપણ સિઝનમાં વહેલી સવારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news