કંડલા પોર્ટના 1439 કરોડ હેરોઈન કેસનો આરોપી પંજાબથી પકડાયો, સતત લોકેશન બદલી DRI ને ગોથે ચઢાવી

કંડલા પોર્ટના 1439 કરોડ હેરોઈન કેસનો આરોપી પંજાબથી પકડાયો, સતત લોકેશન બદલી DRI ને ગોથે ચઢાવી
  • કંડલા હેરોઈન કેસમાં DRI દ્વારા આયાતકારની ધરપકડ કરાઈ
  • ગુજરાત ATSની ચોક્કસ માહિતીના આધારે DRI ટીમે કંડલા પોર્ટ પર રેડ પાડી હતી

મૌલિક ધામેચા / ગુજરાત :ગુજરાત ATSના અધિકારીઓની ગુપ્ત માહિતીના આધારે, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ કંડલા પોર્ટ પર ઉત્તરાખંડ સ્થિત પેઢી દ્વારા આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની તપાસ કરી રહ્યા છે. આ કન્સાઈનમેન્ટ ઈરાનના અબ્બાસ બંદરથી કંડલા બંદરે એક કંસાઈમેન્ટ પહોંચ્યું હતું. જેમાં 17 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા અને 10,318 બેગ ભરી માલસામાન હતો. માનવામાં આવી રહ્યું છે કે તેનું કુલ વજન 394 MT છે અને તેને "જીપ્સમ પાવડર" તરીકે ઓળખ કરી મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તપાસ કરતા આ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું. અને અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈમેન્ટ બંદરેથી મળી આવ્યું હોવાનું કહી શકાય. જે અંદાજીત 205.6 કિલો હેરોઈનના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 1439 કરોડનું ગણવામાં આવી રહી છે. 

હાલમાં  કન્સાઇનમેન્ટની ઝીણવટભરી તપાસ ગુજરાત પોલીસ અને DRI દ્વારા બંદર પર ચાલી રહી છે. જોકે પ્રાથમિક તબ્બકે તપાસ દરમિયાનમાં કંસાઈમેન્ટમાં નોંધાયેલ સરનામા પર આયાતકાર મળ્યો ન હતો. પણ ઉત્તરાખંડ સહિત અન્ય જગ્યાએ આયાતકારને પકડવા માટે દેશભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેના આધારે હાલ DRI એ આયાતકારને શોધવા માટે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ આયાતકાર પોલીસથી બચવા માટે સ્થાનો બદલી રહ્યો હતો અને ઓળખ ટાળવા માટે છુપાઈ રહ્યો હતો. જો કે, સતત પ્રયાસોના પરિણામ મળ્યા અને આયાતકાર પંજાબના એક નાના ગામમાં સ્થિત હોવાની માહિતી મળતા પકડી લેવામાં આવ્યો છે. 

જોકે આયાતકારે પ્રતિકાર કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ DRI અધિકારીઓએ તેને પકડી લીધો હતો. અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે, DRI એ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ ઉક્ત આયાતકારની ધરપકડ કરી છે અને તેને 24 એપ્રિલ, 2022 ના રોજ અમૃતસરની સ્પેશિયલ ડ્યુટી મેજિસ્ટ્રેટની માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પણ કોર્ટે DRI અધિકારીઓને આયાતકારને ભુજ ખાતેની અધિકારક્ષેત્રની કોર્ટ સમક્ષ રજૂ કરવા સક્ષમ બનાવવા ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ કેસમાં વધુ તપાસ દરમ્યાન મોટા ખુલાસની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news