દુ:ખિયાડી મહિલાની એવી વ્યથા સાંભળી કે એક મિનિટ પણ ના રહી શક્યા ખજૂરભાઈ! ખરા અર્થમાં સેવા શબ્દને કર્યો સાર્થક

ગઢડા શહેરમાં રહેતી એક મહિલા છેલ્લા 7 વર્ષ પહેલા પડી જતા તેઓ પથારીવશ છે. ખજુરભાઈને આ બાબતની જાણ થતા તેઓ ગઢડા આવી પહોંચ્યા હતા. અને મહિલાને એર કુલર, એર ગાદલા સહિતની ચીજ વસ્તુઓ આપી હતી.

દુ:ખિયાડી મહિલાની એવી વ્યથા સાંભળી કે એક મિનિટ પણ ના રહી શક્યા ખજૂરભાઈ! ખરા અર્થમાં સેવા શબ્દને કર્યો સાર્થક

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા શહેરમા રહેતી 51 વર્ષના મહિલાની વ્હારે યૂટ્યૂબર ખજુરભાઈ આવ્યા હતા. આશાબેન શેખ નામની મહિલા છેલ્લા 7 વર્ષથી માંદગીના ખાટલે છે જે ખજુરભાઈ ને ખબર પડતાં ગઢડા દોડી આવી મહિલાને એર કુલર તેમજ એર ગાદલું આપી તેમને મકાન બનાવવાની ખાતરી આપી હતી. જ્યારે ખજુરભાઈ ગઢડામાં આવ્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. 

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ બોટાદના ઝાંપે વિસ્તારમાં આશાબેન શેખ કે જેઓ 7 વર્ષ પહેલા પડીજતા તેને મણકા તુટી ગયેલ અને પેરેરીસ આવેલ જેથી તેઓ માંદગીની પથારીમાં હતા, આશાબેન પોતાના ખાટલા પર સાડીના લીરા કરી ને ઉપર બાંધી ને તે બેસતાં હતાં આમ સાત વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ તેમના માતા પિતા અને ભાઈનું નિધન થતા હાલ તે એકલા જ રહેશે.

આશાબેન પોતાના સગા સંબંધી તેમજ સંસ્થાઓ તેમજ આગેવાનો પાસે અનેકવાર મદદ માંગી હતી. પરંતુ ક્યાંયથી મદદ મળી નહતી અને આખરે આશાબેને ખજુરભાઈ ને ફોન કરતા ખજુરભાઈ ગઢડા દોડી આવ્યા હતા અને તેમણે આશાબેનને એર કુલર, એર ગાદલું આપ્યું હતું અને આશાબેનને જમાડિયા હતા અને તેને મકાન બનાવી દેવાની તેમજ તેમને સારવાર કરાવવાની ખાત્રી આપી હતી.

ખજુરભાઈ એટલે કે નિતીન જાની ગઢડા આવ્યા છે તે સમાચાર મળતાની સાથે ખજુરભાઈના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સતત ત્રણ કલાક સુધી રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news