પરિણામ પછી તરત ગુજરાતમાં ફરી મતદાન! આ વખતે ચૂંટણીમાં નીચોવાઈ જશે નેતાઓ

Politics of Gujarat: રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં ચૂંટણી યોજનાની તૈયારીઓ પૂર્ણ કરી દેશે. લોકસભાની ચૂંટણીઓના પરિણામો 4 જૂને જાહેર થનાર છે. આ પરિણામો જાહેર થતાની સાથે જ ગુજરાતમાં ફરી એકવાર જામશે ચૂંટણીનો માહોલ...

પરિણામ પછી તરત ગુજરાતમાં ફરી મતદાન! આ વખતે ચૂંટણીમાં નીચોવાઈ જશે નેતાઓ
  • લોકસભા પછી તરત ગુજરાતમાં આવશે બીજી મોટી ચૂંટણીઓ! શ્વાસ લેવાનો ટાઈમ નહીં મળે
  • ગુજરાતમાં લોકસભાના પરિણામ પછી તરત સપ્ટે.માં પાલિકા-પંચાયતોની ચૂંટણી આવશે
  • 75 પાલિકા, 17 તા.પંચાયતો. 2 જિલ્લાં પંચાયતો, 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે
  • ગુજરાતમાં કોઈકને કોઈક કારણોસર છેલ્લા લગભગ બે વર્ષથી ટલ્લે ચડેલી છે આ ચૂંટણીઓ
  • લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના પક્ષમાં પરિણામ આવશે તો ગુજરાતમાં તરત ચૂંટણી થશે!

Upcomming Local Election of Gujarat: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના આગેવાનો-કાર્યકરોને જંપીને આરામ કરવા દેશે નહીં, કેમ કે પોણા બે વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પાછળ પાછળ આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદનો લાંબો પાંચ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે પૂર્ણ થઈ રહ્યો છે, તેથી એ પહેલાં લાંબા સમયથી પડતર પાલિકા-પંચાયતોની ચૂંટણી પાર પડી જશે ૧૨ તેવી અટકળો થઈ રહી છે. 

બે વર્ષથી ટલ્લે ચડેલી છે ગુજરાતમાં આ ચૂંટણીઓઃ
જોકે એક અનુમાન એવું પણ છે કે, રાજ્ય ચૂંટણી હતો. કમિશનરને ત્રણેક મહિનાનો મુદત વધારો જ આપી ચોમાસું નડે નહીં તે માટે શરદ માં નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બરના છેલ્લા નાં સપ્તાહમાં પણ આ ચૂંટણીઓ થઈ શકે. રાજ્યમાં ૭૫ નગરપાલિકાઓ, ૧૭ - તાલુકા પંચાયતો, ૨ જિલ્લા પંચાયતો તેમજ ૭ હજાર જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચઢેલી છે. 

બેક ટૂ બેક ચૂંટણીઓ બનશે મોટો પડકારઃ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અગાઉ ઓબીસી સમાજો માટે ૧૦ ટકા બેઠકો અનામત હતી, જે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને ૨૭ ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્ય સરકારે કરેલી છે. ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગામીણસ્તરે પર ટકા અને શહેરી ક્ષેત્રે ૪૬.૪૩ ટકા ઓબીસી સમાજોની વસતિ છે, જેને અનુલક્ષીને ઓબીસી સમાજો માટે અનામત બેઠકો-જિલ્લા પંચાયતોમાં ૧૦૫થી વધીને ૨૨૯, ૨૪૮ તાલુકા પંચાયતોમાં ૫૦૬થી વધીને રાજ્યની કુલ ૧૪,૫૯૨ ગ્રામ પંચાયતોમાં ૧૨,૭૫૦થી વધીને ૨૫,૩૪૭ અને એ જ રીતે નગરપાલિકાઓમાં પણ મોટાપ્રમાણમાં વધી છે. સૂત્રો એવું કહે છે કે, લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે માહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી ચૂંટણી માટે સરકારના આદેશની રાહ જોશે.

ભાજપના પક્ષમાં પરિણામ આવશે તો તરત ચૂંટણી...
ભાજપના એક ટોચના આગેવાન એવું કહે છે કે, ભાજપ પણ લોકલ બોડીની અટકેલી ચૂંટણીઓ વહેલી તકે પાર પાડવા ઈચ્છે છે, પણ આ બાબત લોકસભાના પરિણામ ઉપર નિર્ભર છે, જો પરિણામ ભાજપને પ્રોત્સાહિત કરનારું હશે તો અઢી-ત્રણ મહિનામાં તુર્ત જ ચૂંટણીઓ યોજાશે, નહીંતર બે-ત્રણ મહિનાનો વધુ વિલંબ થાય તેવું બને.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news