ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ; નફરત ફેલાવનાર મુફ્તીની ધરપકડ, ગુજરાત-મુંબઈમાં ટેન્શન!

Salman Azhari: ફરી એકવાર ધર્મના નામે ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુફ્તીને વાંધાજનક ભાષણ આપતા સાંભળી શકાય છે.

ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ; નફરત ફેલાવનાર મુફ્તીની ધરપકડ, ગુજરાત-મુંબઈમાં ટેન્શન!

Salman Azhari: ફરી એકવાર ધર્મના નામે ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુફ્તીને વાંધાજનક ભાષણ આપતા સાંભળી શકાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુફ્તીએ ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદાસ્પદ ભાષણ આપનાર મુફ્તીની ગુજરાત ATS દ્વારા મુંબઈના ઘાટકોપરથી અટકાયત કરવામાં આવી છે.

ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મુફ્તી
મુફ્તીની અટકાયતના સમાચાર ફેલાતાં જ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોના ટોળાએ મુફ્તીને મુક્ત કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કલમ 153A, 505, 188, 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

જૂનાગઢમાં આપી હતી હેટ સ્પીચ
વાસ્તવમાં, મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીની રાત્રે ગુજરાતના જૂનાગઢમાં 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં લોકોને સંબોધિત કર્યા હતા. આરોપ છે કે મુફ્તીએ એવું નિવેદન આપીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો કે આ કાર્યક્રમમાં થોડો સમય મૌન રહેશે અને પછી ઘોંઘાટ થશે, આજે (આપત્તિજનક શબ્દ)નો સમય છે, કાલે આપણો વારો આવશે....નિવેદન આપીને ભીડને ઉકસાવવાની કોશિશ કરી હતી. મુફ્તીનું આ નિવેદન વાયરલ થયું હતું.

આયોજકો ઉપર પણ કેસ દાખલ
કેસ નોંધ્યા બાદ ગુજરાત ATS આરોપી મુફ્તીની શોધી રહી હતી. લોકેશન મળ્યા બાદ ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીને ઘાટકોપર, મુંબઈથી અટકાયતમાં લીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અઝહરીની સાથે જૂનાગઢમાં મુફ્તીના ભાષણ કાર્યક્રમના આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા સામે કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને 505 (2) હેઠળ ગુનો નોંધ્યો છે. નિવેદન હેઠળ દાખલ કરવામાં આવી છે.

અજહરીએ આપ્યું ભડકાઉ ભાષણ
પોલીસના જણાવ્યા અનુસાર, ઈવેન્ટના આયોજકો માલેક અને હબીબની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે જણાવ્યું હતું કે અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે તેમ કહીને લોકોએ સભા માટે પોલીસ પાસેથી પરવાનગી લીધી હતી પરંતુ તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news