PM નો કમલમના ચોકમાં બાંકડે બેસી સંવાદ, 2022 બાદ 2024 માં પણ, સ્થળ એ જ માત્ર સમય બદલાયો

PM Modi : બુધવારે રાતે પીએમ મોદીએ કમલમમાં પહોંચીને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો, ત્યારે આ જોઈને વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ, ત્યારે પણ આવુ જ થયું હતું, બાંકડે ત્રણ દિગ્ગજો બેસ્યા હતા અને... 

PM નો કમલમના ચોકમાં બાંકડે બેસી સંવાદ, 2022 બાદ 2024 માં પણ, સ્થળ એ જ માત્ર સમય બદલાયો

Loksabha Election 2024 : PM મોદી ભાજપના સંકટ મોચક છે. અમસ્તા જ નથી કહેવાતુ કે મોદીના નામે વોટ મળે છે. એકવાર પીએમ મોદી ચૂંટણી પ્રચારમાં ઉતરે એટલે તેનો જાદુ છવાઈ જાય છે. ગઈકાલથી પીએમ મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. ત્યારે કહેવાય છે કે, ભાજપે આ છેલ્લું બ્રહ્માસ્ત્ર છોડયું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેલી સંબોધ્યા બાદ ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. તેઓએ કમલમમાં કાર્યકર્તાઓ સાથે સમય પસાર કર્યો હતો. કમલમના બાંકડે બેસેલા પીએમ મોદીનો ઉર્જા અને ઉત્સાહ જોરદાર હતો. પીએમ મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યાં હતા. પીએમ મોદીએ કમલમમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે આ દ્રશ્યએ 2022 ની ચૂંટણીની યાદ અપાવી હતી. વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીના છેલ્લા દિવસોમાં પણ આ જ રીતે કમલમના ચોકમાં બાંકડે બેસી PM મોદીએ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. 

સ્થળ એ છે, માત્ર સમય બદલાયો
વર્ષ 2022 અને વર્ષ 2024 ની આ તસવીરોમાં આમ તો કોઈ સામ્યતા નથી, અને આમ ઘણી સામ્યતા છે. પીએમ મોદી પોતાના કાર્યકર્તાઓને તેઓ ક્યારેય ભૂલતા નથી. જૂના માણસોને હમેશા યાદ કરે છે. ગમે તેટલી વ્યસ્તતામાં પણ તેઓ આ રીતે કાર્યકર્તાઓ વચ્ચે પહોંચે તે બતાવે છે કે તેમનો ઉત્સાહ અને ઉર્જા કેવી જોરદાર છે. સ્થળ એ છે, માત્ર સમય બદલાયો છે. ત્યારે પણ આવુ જ થયું હતું, બાંકડે ત્રણ દિગ્ગજો બેસ્યા હતા અને... 

2024 ની લોકસભા ચૂંટણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આજે ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી રેલી બાદ પીએમ મોદી ભાજપના કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. કમલમમાં પીએમ મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચેલા પીએમ મોદીએ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કમલમની તસવીરો પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેલી બાદ ભાજપના કાર્યાલય કમલમમાં કાર્યકર્તાઓ સાથે સમય પસાર કર્યો હતો. તેમની ઉર્જા અને ઉત્સાહ જોરદાર હતો. કેન્દ્રમાં ત્રીજીવાર સરકાર બને તે માટે મહેનતથી કામ કરી રહ્યાં છે.   

2022 ની વિધાનસભાની ચૂંટણી
વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીના અંતિમ પ્રચાર સમયે પણ કમલમમાં વડાપ્રધાન મોદીએ આવીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેસ્યા હતા. નાનાથી લઈને જુના કાર્યકરોની તબિયત અને પરિવાર અંગે માહિતી મેળવી. સમગ્ર કાર્યાલયની કામગીરીની સમીક્ષા કરી હતી. પરિવારના લોકોની જેમ વડાપ્રધાને વાત કરી હતી.  

આજે પીએમ મોદીની ચાર સભા 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાતવાસો રાજભવનમાં કર્યો હતો. આજે સવારે 10:00 વાગ્યે ગુજરાતમાં બીજા દિવસનો ચૂંટણી પ્રચાર કરવા રવાના થશે. આજે સૌપ્રથમ ચૂંટણી સભા વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અંતિમ સભા જામનગરમાં સંબોધિત કરશે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. તેના બાદ જામનગરથી સીધા જ પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર માટે જવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરમિયાન સવારે રાજભવનમાં તેમની પરંપરા પ્રમાણે યોગ અને પ્રાણાયામ કર્યા હતા. સવારના નાસ્તામાં ખાખરા અને ગાંઠિયાનો ટેસ્ટ માણ્યો હતો. ગુજરાતના તમામ અખબારો અને દેશના મહત્વના અખબારોના સમાચારોથી અવગત પ્રધાનમંત્રી થયા હતા. રાજભવનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતના કેટલાક આગેવાનો અને રાજકીય નેતાઓ તેમજ સામાજિક આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news