મોબાઈલનું વળગણ હોય તો ચેતી જજો, મોબાઈલની લતે લીધો સુરતની યુવતીનો જીવ

Surat Girl Suicide In Mobile Addiction : સુરતમાં સોશિયલ મીડિયાની લતમાં યુવતીનો ગયો જીવ... સતત સોશિયલ મીડિયા વાપરતી યુવતી બની ગઈ માનસિક બીમાર... મોબાઈલની લતના કારણે યુવતીએ ફાંસો ખાઈ ટુંકાવી લીધું જીવન...

મોબાઈલનું વળગણ હોય તો ચેતી જજો, મોબાઈલની લતે લીધો સુરતની યુવતીનો જીવ

Surat News : મોબાઈલ એક સુવિધા છે, પરંતું હવે આ જ મોબાઈલ માણસો માટે વળગણ બની રહ્યું છે. મોબાઈલ એ માણસોને પોતાની જાળમાં ફસાવીને તેમને શિકાર બનાવી રહ્યું છે. મોબાઈલમાં મસ્ત રહેલા યુવાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના બંધાણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. સુરતમાં સોશિયલ મીડિયાની બંધાણી યુવતીએ આપઘાત કર્યો છે. સુરતના ગોપીપુરાની યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. યુવતીના મગજ પર સોશિયલ મીડિયા એટલી હદે હાવી થઈ ગયુ હતું કે, તે આખો દિવસ ગૂગલ-ગૂગલ બબડાટ કરતી હતી. 

યુવતીને સપનામાં ગુગલ દેખાતો હતો 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક યુવતી બે મહિનાથી ડિપ્રેશનનો શિકાર બની હતી. યુવતી તેના પરિવારજનોને કહેતી કે, તેને ગુગલ દેખાય છે, ગુગલ ખાવાનું ના પાડે છે. યુવતી સતત બબડ્યા કરતી હતી. પરિવારજનો મંદિર લઈ જતા ત્યારે પણ યુવતીને મોબાઈલ દેખાતો હતો. મોબાઈલને કારણે યુવતીની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. યુવતીની માનસિક સારવાર ચાલી રહી હતી. પરંતું આ વચ્ચે જ યુવતીએ આપઘાત કરી લીધો હતો. 

યુવતી પાસેથી મોબાઈલ પણ લઈ લીધો હતો 
યુવતી એટલી હદે માનસિક અસ્થિર બની હતી કે, તે ગુગલમાં જોઈને ફેસની કસરત પણ કરતી હતી. યુવતી બે મહિનાથી સતત ડિપ્રેશનનો સિકાર બની હતી. તેના પરિવારજનોએ જણાવ્યું કે, ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી. 15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. જે બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી. ડોક્ટરે કહ્યુ હતુ કે, બધુ બરાબર થઇ જશે. પણ એ મોબાઇલ બહું જોતી હતી. જોકે, અમે મહિનાથી અમે તેને મોબાઇલ આપવાનું પણ બંધ કરી દીધો હતો.

જો તમે પણ તમારા સંતાનોને મોબાઈલ આપતા હોવ તો તમે પણ ચેતી જજો. તમારા સંતાનોને પણ આ રીતે મોબાઈલની લત લાગી શકે છે. શક્ય હોય તો સંતાનોને મોબાઈલથી દૂર રાખો. તેઓનો બહારની એક્ટિવિટીમાં સમય પસાર થવા દો. જેથી તેઓ માનસિક રીતે બીમાર ન બને. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news