સુરતમાં અશાંતધારાના પ્રમુખ પર વિધર્મી યુવકે કર્યો જીવલેણ હુમલો, દબાણ દૂર કરાવતા હુમલો કરાયાની આશંકા

સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા ચંદનબાગ એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય બીપેશ શાહ પરિવાર સાથે રહે છે. રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ચલાવે છે અને અશાંતધારા સમિતિના પ્રમુખ છે.

સુરતમાં અશાંતધારાના પ્રમુખ પર વિધર્મી યુવકે કર્યો જીવલેણ હુમલો, દબાણ દૂર કરાવતા હુમલો કરાયાની આશંકા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના રુદરપુરામાં અનાજના વેપારી એવા અશાંતધારાના પ્રમુખ પર વિધર્મી યુવકે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો છે. હુમલામાં વેપારીને હાથ અને પેટના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ લવાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ગૃહરાજ્ય મંત્રીને પણ જાણ કરી છે.

સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા ચંદનબાગ એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય બીપેશ શાહ પરિવાર સાથે રહે છે. રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ચલાવે છે અને અશાંતધારા સમિતિના પ્રમુખ છે. અશાંતધારાને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે.આજે સવારે બિપેશ શાહ રોજની જેમ દુકાન પર પહોંચ્યા હતા. દુકાન બહાર વાહન પાર્ક કરતા જ એક અજાણ્યો યુવક ચપ્પુ લઈ તૂટી પડ્યો હતો. હુમલો કરતા પોતાને બચાવવામાં ડાબા હાથ પર બે ઘા લાગ્યા હતા. પેટની સાઈડમાં પણ એક ઘા માર્યો હતો. જોકે લોકો ભેગા થઈ જતા હુમલાખોર ભાગી ગયો હતો. ત્યારબાદ ઓટો રીક્ષામાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

ઇજાગ્રસ્ત બીપેશભાઈએ જણાવ્યું હતું કે, મહોલ્લામાં લગભગ 15-20 વર્ષ જૂનું એક વિધર્મીનું દબાણ હતું. લાંબા સમયથી એની લડત આપી રહ્યો હતો. જેને લગભગ થોડા દિવસ પહેલા જ દૂર કરાયું હતું. લગભગ એની અદાવતમાં જ આ જીવલેણ હુમલો કરાયો હોય એમ લાગે છે.

વિધર્મી દ્વારા અશાંતધારાના પ્રમુખ બીપીન શાહ પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીપીન શાહને જોવા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના કોર્પોરેટરો સહિત પરિવારના લોકો દોડી આવ્યા હતા. આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે રાજ્ય ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને પણ ટેલીફોનિક ઘટનાની જાણ કરવામાં આવી છે. ઘટનાને લઇ મહીધરપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સીસીટી ફૂટેજ ના આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news