Garlic Peels: કચરો નહીં કામની વસ્તુ છે લસણના ફોતરા, અસ્થમા સહિત 5 સ્વાસ્થ્ય સમસ્યામાં દવાની જેમ અસર કરે છે

Garlic Peels Benefits: લસણના ફોતરાનો ઉપયોગ પણ તમે ઘરમાં અલગ અલગ રીતે કરી શકો છો. લસણના ફોતરાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાથી પણ રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ લસણના ફોતરાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી થતા ફાયદા વિશે. 

Garlic Peels: કચરો નહીં કામની વસ્તુ છે લસણના ફોતરા, અસ્થમા સહિત 5 સ્વાસ્થ્ય સમસ્યામાં દવાની જેમ અસર કરે છે

Garlic Peels Benefits: આયુર્વેદમાં લસણને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરતી ઔષધી ગણવામાં આવે છે. લસણનો ઉપયોગ રસોઈ ઉપરાંત કેટલાક ઘરેલુ નુસખામાં પણ કરવામાં આવે છે. લસણનો ઉપયોગ રોજ રસોઈમાં થતો હોય છે. રોજ લગભગ દરેક વસ્તુમાં વપરાતા લસણના ફોતરાને મોટાભાગના લોકો કચરો સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ જે રીતે લસણની કળીઓ ઉપયોગી છે તે રીતે લસણના ફોતરા પણ ઉપયોગી છે. 

લસણના ફોતરાનો ઉપયોગ પણ તમે ઘરમાં અલગ અલગ રીતે કરી શકો છો. લસણના ફોતરાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાથી પણ રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ લસણના ફોતરાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી થતા ફાયદા વિશે. 

લસણના ફોતરામાં રહેલા પોષક તત્વો 

લસણની જેમ લસણના ફોતરામાં પણ પોષક તત્વો હોય છે. તેમાં એન્ટી બેકટેરિયલ, એન્ટિ વાયરલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. લસણના ફોતરાને ફેંકી દેવાના બદલે તેનો પાવડર બનાવીને સ્ટોર કરી લેવો જોઈએ. આ પાવડરને તમે અલગ અલગ વાનગીઓ જેમકે પિઝા, સેન્ટવીચ, સૂપમાં સીઝનીંગ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. 

લસણના ફોતરાથી થતા સ્વાસ્થ્ય છે લાભ 

સ્કીન પ્રોબ્લેમ 

જે લોકોને સ્કીન સંબંધિત સમસ્યા હોય જેમકે ખંજવાળ આવતી હોય અથવા તો એક્ઝીમા હોય તેમના માટે લસણના ફોતરા કામની વસ્તુ છે. લસણના ફોતરાંને થોડા પાણીમાં બે થી ત્રણ કલાક માટે પલાળી દો. ત્યાર પછી ફોતરાને અલગ કરીને પાણીને પ્રભાવિત જગ્યા પર લગાડો. તેનાથી ખંજવાળ અને બળતરામાં આરામ થશે. 

વાળ માટે લાભકારી 

લસણના ફોતરાનો આ નુસખો વાળ માટે જાદુ જેવો છે. લસણના ફોતરાનો પાવડર બનાવી તેમાં થોડું પાણી ઉમેરીને વાળના મૂળમાં લગાડવાથી વાળમાં આવતી ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. 

અસ્થમા 

અસ્થમાના દર્દી માટે પણ લસણના ફોતરા ફાયદાકારક છે. લસણના ફોતરાને પાણીમાં પલાળી રાખો અને પછી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં મધ ઉમેરીને દિવસમાં બે વખત ખાવાથી અસ્થમાના લક્ષણોમાં આરામ મળે છે. 

પગના સોજા 

જે લોકોને વારંવાર પગમાં સોજા રહેતા હોય તેમણે હૂંફાળા પાણીમાં લસણના ફોતરા ઉમેરી આ પાણીમાં પગ બોળી રાખવા જોઈએ. નિયમિત આ કામ કરવાથી પગના સોજા અને દુખાવો ઓછો થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news