Chips Side Effects: જો તમે પણ બાળકોને પેકેટ પકડાવી દેતા હોવ તો બંધ કરી દેજો, તમારું બાળક બની બની જશે બિમારીઓનું ઘર

Chips Disadvantages: વિશ્વભરમાં વધી રહેલા ફાસ્ટફૂડ, ઝંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારત ભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલેકે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે. 

Chips Side Effects: જો તમે પણ બાળકોને પેકેટ પકડાવી દેતા હોવ તો બંધ કરી દેજો, તમારું બાળક બની બની જશે બિમારીઓનું ઘર

Chips Negative Effects: ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક પેકેટ ફુડ્સ બાળકોની પસંદગીની વસ્તુ હોય છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા પેકેટ બંધ ચિપ્સની માંગ કરે છે. અનેકવાર માતાપિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવી આપે છે  પણ શુ તમે જાણો છો કે આ ફુડસ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 14, 2024

એક અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે પેકેટ ચિપ્સથી હ્રદય સાથે જોડાયેલ બીમારીઓનો ખતરો પણ રહે છે. આવો જાણીએ કેવી રીતે પેકેટ ચિપ્સ તમરા બાળકોને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નાખી રહી છે. 

VIDEO- હેલમેટ વિના પોલીસે પકડ્યો તો ગુસ્સે ભરાયો વ્યક્તિ, કરડી ખાધી પોલીસની આંગળી
Video:ગાંધીનગરમાં વરરાજાને ઝીંક્યા લાફા, કહ્યું- “તમારી મર્યાદામાં રહો, હદ ભૂલી ગયા?
 
પેકેટ ફૂડ કઈ કઈ બીમારીઓ આપે છે...આવો જાણીએ...
તમારા બાળકો ભુખ કે ઈચ્છાને સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યો છો. તો આ સમાચાર તમારા માટે છે. વિશ્વ ભરમાં વધી રહેલા ફાસ્ટફૂડ, ઝંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારત ભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલેકે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે. 

પેકેટ-પેક્ડ ચિપ્સ ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઊભું કરે છે. સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે વધુ પડતા ચિપ્સ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે. જો તમારું બાળક સતત ચિપ્સ ખાય છે, તો તે પોષણની ઉણપથી પીડાઈ શકે છે.ચીપ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.પેક્ડ ચિપ્સ તમારા બાળકનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. મોટાભાગની ચિપ્સ ઊંડા તળેલી હોય છે જે ખતરનાક ટ્રાન્સ ચરબી પેદા કરે છે. આ ટ્રાન્સ ફેટ બાળકોના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

પડીકા બાળકો માટે ધીમુ ઝેર !
રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ
સોડિયમ અને સુગરની માત્રા વધુ
બાળકોનો રુંધાઈ છે વિકાસ 
પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો
સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રુંધાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news