‘હર ઘર તિરંગા અભિયાન’: માત્ર આટલા રૂપિયામાં રાષ્ટ્રધ્વજ આપશે ભારતીય ટપાલ વિભાગ

ભારતીય ટપાલ વિભાગ દરેક લોકોને 75મા સ્વતંત્રતા દિવસની આ ૧૫મી ઓગસ્ટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી માટે  રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.

‘હર ઘર તિરંગા અભિયાન’: માત્ર આટલા રૂપિયામાં રાષ્ટ્રધ્વજ આપશે ભારતીય ટપાલ વિભાગ

Har Ghar Tiranga Campaign: ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના સંદર્ભમાં, ભારતીય ટપાલ વિભાગ સાથે રાષ્ટ્રીય ધ્વજને 13 મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ, 2022 દરમિયાન ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણી કરી શકાશે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે, ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. 25/- (20 ઇંચ x 30 ઇંચ) માં ઉપલબ્ધ કરાવી રહ્યો છે.

કોઈપણ વ્યક્તિ ધ્વજને ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરી, ‘તિરંગા’ ને તેમના ઘરે લાવી અને તેને ફરકાવીને ભારતના આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી શકે છે. લોકો ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ https://www.indiapost.gov.in/ અથવા ઈ-પોસ્ટ ઓફીસની વેબસાઈટ https://www.epostoffice.gov.in/ના સંપર્ક દ્વારા પણ ધ્વજની ખરીદી ઈ-પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકે છે. રાષ્ટ્રીય ધ્વજ, ઉપરની વેબસાઈટ લિંક દ્વારા ઓર્ડર કરેલ, વ્યક્તિને તેમના સરનામા ઉપર ઉપલબ્ધ સ્ટોકમાંથી પોસ્ટમેન મારફતે વિતરણ કરવામાં આવશે.

‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત, જાહેર જનતા માટે પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઈન્ટ ઉપલબ્ધ કરેલ છે, જેથી ‘તિરંગા સાથે સેલ્ફી’ને સોશિયલ મીડિયા ઉપર ‘India Post’ અને ‘Amrit Mahotsav’ના હેન્ડલ #IndiaPost4Tiranga, #HarGharTiranga અને #AmritMahotsav હેશ્ટેગ્સ પર ટેગ કરીને અપલોડ અને શેર કરી શકે. ભારતીય ટપાલ વિભાગ દરેક લોકોને 75મા સ્વતંત્રતા દિવસની આ ૧૫મી ઓગસ્ટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી માટે  રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news