Corona: સરકારી કમિટીની ચેતવણી, ભારતમાં આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બાળકો પર જોખમ

દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર વિશે મોટા સમાચાર આવ્યા છે.

Corona: સરકારી કમિટીની ચેતવણી, ભારતમાં આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બાળકો પર જોખમ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ વધ ઘટ થઈ રહ્યું છે. આજે નવા 25 હજાર જેટલા કેસ જોવા મળ્યા છે. આ બધા વચ્ચે દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર વિશે મોટા સમાચાર આવ્યા છે. કહેવાયું છે કે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિએ કહ્યું કે  કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબરની આજુબાજુ ચરમસીમાએ પહોંચી શકે છે. 

NIDM એ આપી ચેતવણી
National Institute of Disaster Management (NIDM) હેઠળ બનાવવામાં આવેલી એક્સપર્ટની પેનલે કોરોના વાયરસની ત્રીજી લહેર અંગે ચેતવણી ઉચ્ચારી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19ની ત્રીજી લહેર ઓક્ટોબરની આજુબાજુ આવી શકે છે. 

બાળકો ઉપર ત્રીજી લહેરનું જોખમ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ રિપોર્ટમાં કહેવાયું છે કે કોવિડ-19ની ત્રીજી લહેરમાં બાળકો ઉપર પણ મોટા સમાન જોખમ તોળાઈ રહ્યું છે. કમિટીએ આ દરમિયાન બાળકો માટે સારી મેડિકલ તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે બાળકો માટે મેડિકલ સુવિધાઓ, ડોક્ટર, કર્મચારી, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ વગેરે જેવા ઉપકરણો ક્યાંય નથી. મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થાય તો તેવી સ્થિતિમાં આ ઉપકરણોની જરૂર પડી શકે છે. 

પીએમઓને રિપોર્ટ સોંપ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ના નિર્દેશ પર બનાવવામાં આવેલી સમિતિએ પોતાનો રિપોર્ટ પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) ને સોંપી દીધો છે. રિપોર્ટમાં ગંભીર રીતે બીમાર અને વિકલાંગ બાળકોને પ્રાથમિકતાના આધારે રસીકરણ પર વિશેષ ભાર મૂકવાની વાત કરાઈ છે. 

કોવિડ-19 ટાસ્ક ફોર્સે પણ આપી ચેતવણી
નીતિ આયોગના સભ્ય અને કેન્દ્ર સરકારના કોવિડ-19 ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલા વી કે પોલે પણ કહ્યું કે કોરોના વાયરસની આગામી લહેરમાં 23 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. આવામાં કેન્દ્ર સરકારે લગભગ 2 લાખ આઈસીયુ  બેડ તૈયાર કરવા જોઈએ. આ સાથે જ તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે સપ્ટેમ્બરમાં ભારતમાં પ્રતિદિન સંક્રમણના લગભગ 4-5 લાખ કેસ સામે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news