માઉન્ટ આબુ, દમણ છોડો...ગુજરાતીઓએ તો પોતાના શોખ માટે જબરી ગોતી લીધી આ નવી જગ્યા!

આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે. આવું તે શું છે તે જગ્યામાં? 

માઉન્ટ આબુ, દમણ છોડો...ગુજરાતીઓએ તો પોતાના શોખ માટે જબરી ગોતી લીધી આ નવી જગ્યા!

ગુજરાતમાં આમ તો ફરવા માટે ઘણા સ્થળો છે જ્યાં જઈને તમે કુદરતના સાનિધ્યમાં શાંતિનો અનુભવ કરી શકો છો. ગુજરાતમાં હવા ખાવાનું જો એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા...જોકે આમ તો હવે ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત થયા છે. પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે પરંતુ આમ તે છે મહારાષ્ટ્રમાં. આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે. આવું તે શું છે તે જગ્યામાં? સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર અને રમણીય છતાં તેને પડતું મૂકીને ગુજરાતીઓ કેમ આ જગ્યાએ જવા માટે ફાંફાં મારે છે. ખાસ જાણો તેનું કારણ..

અહીં જે જગ્યાની વાત કરીએ છીએ તે જગ્યા આમ તો આપણા સાપુતારાથી ખુબ જ નજીક, 4 કિમી જેટલા અંતરે આવેલી છે પરંતુ તે ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં છે. ગુજરાતીઓની નવી પસંદગી બનેલી આ જગ્યાનું નામ છે હતગડ. સુવિધાઓ જો કે તમને કઈ બહુ જોવા મળે નહીં છતાં ત્યાં રીતસરની ગુજરાતીઓની ફરવા માટેની તો ખરી પરંતુ સાથે સાથે ત્યાં રોકાણ કરવા માટેની પણ હોડ જામી છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં હતગડમાં ગુજરાતી રોકાણકારોએ 1 હજાર કરોડથી વધુની જમીન અને બિલ્ડિંગોમાં રોકાણ કરેલું છે. વાત જાણે એમ છે કે અહીં દારૂની છૂટ છે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. જ્યારે સાપુતારામાં દારૂબંધી છે. 

No description available.

હતગડમાં હવે તો આલીશાન હોટલો, રિસોર્ટ બની રહ્યા છે. રેડીશન બ્લ્યુ ફાઈવ સ્ટાર હોટલ, મહિન્દ્રા ક્લબ, સ્ટ્રોબેરી હિલ રિસોર્ટ, સહિતની કરોડોના ખર્ચે બની રહેલા રિસોર્ટ અને હોટલ એ વાતની સાક્ષી પૂરે છે કે હતગડ લોકોને ખુબ આકર્ષી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ જે રોકાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ મોટાભાગે ગુજરાતીઓનો ફાળો છે. જો કે હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે તે સાપુતારા માટે જાણે ચિંતાનો વિષય બની રહ્યો છે. સાપુતારાના હોટલ માલિકોનું તો એવું પણ માનવું છે કે સરકારી નિયમોને આધીન સાપુતારામાં પણ હવે છૂટ મળવી જોઈએ. 

No description available.

સાપુતારામાં શું-શું જોવા લાયક છે?
હવે વાત કરીએ સાપુતારાની...તો આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈન્ટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએન્ડ ગેટવે તરીકે જાણીતુ છે. એડવેન્ચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. પણ આ જે નજીકમાં ગુજરાતીઓ માટે નવું પ્રવાસન સ્થળ ઉભરી રહ્યું છે તે સાપુતારા માટે ચિંતાજનક કહી શકાય. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news