ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી

ગુરુવારે કેદારનાથમાં 28,000 ભક્તોએ મુલાકાત લીધી હતી... જ્યારે બદ્રીનાથમાં 12,231 ભક્તોએ દર્શનાર્થે આવ્યા હતા... યમુનોત્રીમાં 10,718 અને ગંગોત્રીમાં 12,236 ભક્તો દર્શન કરવા આવ્યા હતા... 
 

ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચાર ધામમાં 31 મે સુધી VIP દર્શન નહીં કરી શકાય... તો મંદિરની 50 મીટર ફરતે કોઈપણ શ્રદ્ધાળુ રીલ્સ, વીબ્લોગ કે વીડિયો પણ નહીં બનાવી શકે... ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ 3 દિવસ માટે બંધ રહેશે... ત્યારે કેમ ઉત્તરાખંડના મુખ્ય સચિવે આ નિર્ણય લીધો?... ભક્તો માટે કેમ નવી  એડવાઈઝરી જાહેર કરવી પડી?... જોઈશું આ અહેવાલમાં.

ચારધામની યાત્રા માટે કપાટ ખૂલતાંની સાથે જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો.... ગત વર્ષ જેવી હાલાકી ન પડે તે માટે ભક્તોની સંખ્યા પણ મર્યાદિત રાખી... પરંતુ તેમ છતાં પણ યાત્રામાં ભક્તોની વધી રહેલી ભીડ પ્રશાસન માટે મોટો પડકાર સાબિત થઈ રહી છે....

ભક્તોની ભીડને કાબૂમાં રાખવા માટે ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ કેટલાંક મહત્વના નિર્ણય કર્યા છે... જેમાં...

  • VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે....
  • મંદિરના 50 મીટરની અંદર ભક્તો રીલ્સ કે વીડિયો બનાવી શકશે નહીં...
  • યાત્રાનું ઓફલાઈન રજિસ્ટ્રેશન 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે...
  • ભક્તો માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

તંત્ર તરફથી આવો નિર્ણય લેવાની ફરજ એટલા માટે પડી છે... કેમ કે ઉત્તરકાશીથી ગંગોત્રી અને બરકોટથી યમુનોત્રી સુધીના 46 કિમીના રૂટ પર ગુરુવારે આખો દિવસ 3000 વાહનો 12થી 15 કલાક સુધી રાહ જોતા રહ્યા હતા.... અહીંયા રસ્તાઓ સાંકડા અને વાહનોનું ભારણ વધુ હોવાથી બુધવારે આખી રાત ટ્રાફિક ચાલુ રહ્યો હતો... અનેક ભક્તોએ તો આખી રાત વાહનમાં વીતાવવી પડી હતી.

અત્યાર સુધીમાં 4 લાખ કરતાં વધારે ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા છે... જ્યારે 28 લાખથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.... જોકે પ્રશાસને નિયમો બનાવ્યા હોવા છતાં પણ યાત્રાળુઓના સતત ધસારાને રોકવામાં નિષ્ફળ  રહ્યું છે... જેના કારણે ભક્તોને જ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... ત્યારે આશા રાખીએ કે તમામ ભક્તો કોઈપણ જાતની ભીડ ન કરે અને શાંતિથી ચાર ધામની યાત્રા કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news