આ તો જબરૂ કહેવાય...પત્નીએ પતિની ગર્લફ્રેન્ડ સાથે કરી વિચિત્ર સમજૂતિ, હવે પોલીસ પાછળ પડી ગઈ

ફિલ્મોમાં તો તમે પતિના ભાગલાની વાતો જોઈ હશે પરંતુ હકીકતમાં આવું બનેલું ભાગ્યે જ જોયું હશે. ઝારખંડ (Jharkhand) ના પાટનગર રાંચી (Ranchi) માં આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

આ તો જબરૂ કહેવાય...પત્નીએ પતિની ગર્લફ્રેન્ડ સાથે કરી વિચિત્ર સમજૂતિ, હવે પોલીસ પાછળ પડી ગઈ

રાંચી: ફિલ્મોમાં તો તમે પતિના ભાગલાની વાતો જોઈ હશે પરંતુ હકીકતમાં આવું બનેલું ભાગ્યે જ જોયું હશે. ઝારખંડ (Jharkhand) ના પાટનગર રાંચી (Ranchi) માં આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિને પત્ની અને પ્રેમિકાએ પરસ્પર સમજૂતિથી વહેંચી લીધો. સમજૂતિ મુજબ આ વ્યક્તિ અઠવાડિયામાં 3 દિવસ પત્ની સાથે અને ગર્લફ્રેન્ડ સાથે 3 દિવસ પસાર કરશે. જ્યારે એક દિવસ રજા લઈ શકશે અને તે પોતાની મરજી મુજબ જીવન જીવશે. 

પરણિત હોવાનો ખુલાસો થયા બાદ આમ નક્કી થયું
વાત જાણે એમ છે કે ઝારખંડ (Jharkhand) ના પાટનગર રાંચી (Ranchi) ના કોકર તિરિલ રોડ પર રહેતા રાજેશ મહતો પરણિત હોવા છતાં એક યુવતી સાથે ભાગી ગયો. તેણે ગર્લફ્રેન્ડને પોતે પરણિત છે એવું જણાવ્યું નહતું. ત્યારબાદ તેની પહેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની ફરિયાદ કરી. જ્યારે પ્રેમિકાના ઘરવાળાએ પણ અપહરણની ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસ રાજેશ અને તેની ગર્લફ્રેન્ડને પકડીને લાવી ત્યારે આ બધી વાતોનો ખુલાસો થયો. 

ગર્લફ્રેન્ડે કર્યો મોટો હોબાળો
રાજેશ પરણિત હોવાનું બહાર આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડે પોલીસ સ્ટેશનમાં ખુબ હોબાળો કર્યો અને કહ્યું કે અમે તો લગ્ન કરી લીધા છે. ત્યારબાદ પોલીસની હાજરીમાં 3-3 દિવસવાળું લેખિતમાં સમાધાન થયું. જો કે આ ડીલ ગણતરીના દિવસોમાં જ તૂટી ગઈ અને બીજી પત્નીએ લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવી એફઆઈઆર કરી. ત્યારબાદ હવે મામલો કોર્ટમાં પહોંચી ગયો અને પોલીસ રાજેશની ધરપકડ કરવા માટે પ્રયત્નમાં છે. 

Sandeep Nahar Suicide: પત્નીના કારણે જીવ આપી દેનારા અભિનેતાની આવી હતી લાઈફ, જુઓ PHOTOS

પહેલી પત્નીએ પતિને ભગાડી દીધો
કોર્ટ તરફથી વ્યક્તિનું ધરપકડ વોરન્ટ બહાર થયા બાદ પોલીસ દરોડા પાડી રહી છે. પરંતુ હવે આ વ્યક્તિના બચાવમાં તેની પત્ની મેદાનમાં ઉતરી છે. જ્યારે પોલીસ રાજેશને પકડવા માટે ઘરે પહોંચી તો પત્નીએ તેને ભગાડી દીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news