Skin Care: સ્કિન એજિંગનું કારણ બને છે આ 5 વસ્તુઓ, ખાશો તો 30 ની ઉંમરે દેખાશો 50 જેવા

Foods That Cause Skin Ageing: સ્કિન એજિંગ પાછળ ઓછી ઊંઘ, સ્ટ્રેસ અને આહાર જવાબદાર હોય છે અને તેની સાથે જ કેટલીક ફૂડ આઈટમ્સ પણ હોય છે જે ત્વચાને ઝડપથી અને ગંભીર રીતે અસર કરે છે. જો તમારે સ્કિન એજિંગથી બચવું હોય તો આ પાંચ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

Skin Care: સ્કિન એજિંગનું કારણ બને છે આ 5 વસ્તુઓ, ખાશો તો 30 ની ઉંમરે દેખાશો 50 જેવા

Foods That Cause Skin Ageing: 30 ની ઉંમરમાં પણ ત્વચા 50 ની હોય તેવી લાગે તો તે એક ભયંકર સપના સમાન હોય છે. ચેહરા પર વધતી ઉંમરની અસર સમય પહેલા જ દેખાવા લાગે તો તે સ્થિતિ ભયંકર હોય છે. નાની ઉંમરમાં જ સ્કિન એજિંગ થાય તેની પાછળ આહાર પણ જવાબદાર હોય છે. જો તમે દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરવા લાગો છો તો તેનાથી ચહેરા પર ઝડપથી ઉંમરની અસર દેખાવા લાગે છે. 

સ્કિન એજિંગ પાછળ ઓછી ઊંઘ, સ્ટ્રેસ અને આહાર જવાબદાર હોય છે અને તેની સાથે જ કેટલીક ફૂડ આઈટમ્સ પણ હોય છે જે ત્વચાને ઝડપથી અને ગંભીર રીતે અસર કરે છે. જો તમારે સ્કિન એજિંગથી બચવું હોય તો આ પાંચ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો:

ફેટ અને કાર્બયુક્ત આહાર

ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવી હોય તો એવી વસ્તુઓનું સેવન ટાળો જેમાં વધારે પ્રમાણમાં ખાંડ હોય, અનહેલ્થી ફેટ હોય અને કાર્બનું પ્રમાણ પણ વધારે હોય. તેનાથી શરીરમાં સોજા આવી જાય છે. જેના કારણે ત્વચાની ઉંમર વધારે હોય તેવી દેખાય છે અને ત્વચા પર કરચલીઓ પણ પડવા લાગે છે.

હાઇ ટેમ્પરેચર પર પકાવેલું ફૂડ

જે ખાદ્ય સામગ્રીને હાઈ ટેમ્પરેચર પર પકાવવામાં આવે તેના પૌષ્ટિક તત્વોનો નાશ થઈ જાય છે. આવી વસ્તુઓ ખાવાથી સ્કિનના કોલેજન અને ટીશ્યુને નુકસાન થાય છે. જેના કારણે ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે.

સોરાલેન્સવાળો આહાર

વધારે પ્રમાણમાં અજમા અને ખાટા ફળ ખાવાથી પણ સ્કિન અને નુકસાન થાય છે. આવી વસ્તુઓમાં સોરાલેન્સ વધારે હોય છે જે સ્કિનને ઈરિટેટ કરે છે અને સ્કિન ખરાબ દેખાવા લાગે છે. 

આ પણ વાંચો:

ખાંડયુક્ત આહાર

જે ખાદ્ય સામગ્રીમાં ખાંડનું પ્રમાણ વધારે હોય તેનું સેવન પણ ઓછું કરવું. આવી વસ્તુઓથી સ્કિનની લચક જતી રહે છે અને સ્કિન ઢીલી પડવા લાગે છે.

પ્રોસેસ્ડ ફૂડ

પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેને ખાવાથી બચવું જોઈએ કારણ કે તે સ્કિન, પેટ અને શરીર માટે પણ હાનિકારક છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news