શું તમે AMUL ઘીના આ ડબ્બા તો નથી ખાતાને? અંબાજી મોહનથાળમાં વપરાતું હતું આ ઘી

ઝી બ્યુરો/અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં બનતો મોહનથાળ જે ઘીમાંથી બનતો હતો તે ઘીનાં સેમ્પલ ફેલ થતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. હાલ અમદાવાદના દિલ્લી દરવાજા નજીકના નીલકંઠ ટ્રેડર્સમાંથી અમૂલ ધીના ડબ્બાઓના ફોટા વાયરલ થયા છે. આ ફોટાઓ જોતા હોય તો સાવધાન... જો તમે પણ અમૂલ ઘીના આ ડબ્બાઓ ખાતા હોય તો ચેતી જજો, કારણ કે અંબાજીના મોહનથાળના પ્રસાદમાં આજ ઘીના ડબ્બાથી પ્રસાદ બનતો હતો અને જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે ફેલ સાબિત થયા છે.

1/3
image

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદમાં ઘીના સેમ્પલ ફેઈલ આવવાનો મામલે અંબાજી પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને મોહનથાળમાં વપરાયેલા ઘીનો જથ્થો અમદાવાદના દિલ્લી દરવાજા નજીકના નીલકંઠ ટ્રેડર્સમાંથી લેવાયો હોવાનો ખુલાસો થયો છે. અંબાજી પોલીસે હાલ ઘીના 3 ડબ્બા જપ્ત કર્યા છે. દુકાનદારને અંબાજી લઇ જવાયા છે. 

2/3
image

અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગે પણ આ ઘટના બાદ એક્શનમાં આવી જઈને નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા છે. ગાંધીનગર ફૂડ કમિશનર કચેરીની ટીમ પણ નીલકંઠ ટ્રેડર્સ પહોંચી છે અને ઘીના વધુ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. માધુપુરાના ફુલપુરા વિસ્તારમાં નીલકંઠ ટ્રેડર્સ નું ગોડાઉન મળી આવ્યું છે. ગોડાઉનમાં અમુલ ઘીના નામે સેંકડો ડબ્બા મળી આવ્યા છે.

3/3
image

માતાજીનો પ્રસાદ બનાવવા માટે વપરાતું ઘી કેવી રીતે ભેળસેળવાળું બની જતું હતું તે એક મોટો સવાલ છે અને તેની તપાસ ચાલી રહી છે. મોહનથાળમાં વપરાયેલો ઘીનો જથ્થો અમદાવાદના દિલ્લી દરવાજા નજીક આવેલી નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હતો. અંબાજી પોલીસ અમદાવાદ પહોંચી છે અને 3 ડબા ઘી જપ્ત કર્યું છે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમે પણ નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા છે અને ઘીનાં વધુ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી છે.