IPL વચ્ચે મોટી ખબર : વિરાટ અને અનુષ્કા સંતાનોના ઉછેર માટે લઈ શકે છે મોટો નિર્ણય

Anushka Sharma And Virat Kohli to be Shift in landon : વન ડે ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના બાળકોની સલામતીને લઈને હંમેશા ચર્ચામાં હોય છે. અત્યાર સુધી તેઓએ બંને સંતાનોનો ચહેરો પણ બતાવ્યો નથી. ત્યારે હવે ચર્ચા છે કે, આ કપલ જલ્દી જ ભારત છોડીને લંડન શિફ્ટ થવા જઈ રહ્યું છે.
 

1/6
image

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈન્ડસ્ટ્રીમાં બેસ્ટ કપલ ગણાય છે. લોકો તેમને ખૂબ પસંદ કરે છે. ત્યારે બંનેને લઈને એક મોટી ખબર સામે આવી છે. જેમાં કહેવાય છે કે, આ કપલ પોતાના સંતાનો સાથે લંડનમાં શિફ્ટ થઈ શકે છે. અનુષ્કાના લંડન શિફ્ટ થવા મામલે કોઈ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. પરંતુ કોહલીના હાલના એક ઈન્ટરવ્યૂ પરથી એવા અંદાજ લગાવાયા છે કે તેઓ લંડન શિફ્ટ થઈ શકે છે. 

2/6
image

રિપોર્ટ અનુસાર, આ કપલ બંને સંતાનોના ભવિષ્યને લઈને આ નિર્ણય લઈ શકે છે. હાલમાં કોહલીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, એક પ્લેયરના રૂપમાં, અમારા કરિયની એક એક્સપાયરી ડેટ હોય છે. હું હંમેશા માટે રમી શક્તો નથી. મને વિશ્વાસ છે કે મને કોઈ પસ્તાવો નહિ થાય, જ્યાં સુધી હું રમી રહ્યો છું. હુ મારુ બધુ સમર્પિત કરી દઈશ. પરંતું એકવાર જ્યારે હુ રમી લઈશ, પછી હું જતો રહીશ. તમને મને થોડા સમય માટે નહિ જોઈ શકો. 

3/6
image

વિરાટ કોહલીનો આ વીડિયો તેમના ફેન્સનું દિલ તોડી દે તેવો છે. જેમાં વિરાટ કોહલી હિન્ટ આપી રહ્યા છે કે, તેઓ ગમે ત્યારે લંડન શિફ્ટ થઈ શકે છે. પોતાના રિટાયર્ડમેન્ટની વાત કરતા સમયે કોહલીની આંખમાંથી આસું આવી ગયા હતા. કોહલી પોતાના લાંબા સમય સુધી ગાયબ થવાની વાત કરી રહ્યાં છે. 

4/6
image

વિરાટ અને અનુષ્કાએ અત્યાર સુધી પોતાની દીકરી વામિકા કે અકાયનો ચહેરો કોઈને બતાવ્યો નથી. કપલ અનેકવાર ફોટોગ્રાફરને પણ તેમની તસવીરો ક્લિક ન કરવા અપીલ કરી ચૂકય્ા છે. આ વચ્ચે લંડન શિફ્ટ થવાના ખબરે સૌને ચોંકાવી દીધા છે. 

5/6
image

અનુશ્કાએ થોડા સમય પહેલા જ લંડનમાં દીકરાને જન્મ આપ્યો હતો, જેના બાદથી તે ક્યાય જાહેરમાં જોવા મળી નથી.   

6/6
image