Photos: આ બોલીવુડ સ્ટારે 17 વર્ષ લિવ ઈનમાં રહ્યા બાદ હવે 54 વર્ષે કર્યા લગ્ન

તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. બંનેને બે દિકરીઓ પણ છે.
 

ફિલ્મ મેકર હંસલ મહેતા બોલીવુડનું એક ચર્ચિત નામ છે. તેમની રિલેશનશીપ પણ એટલી જ ચર્ચામાં રહે છે. સફીના હુસૈન સાથે 17 વર્ષનો લાંબો ગાળો લિવ લીનમાં વિતાવ્યા બાદ હવે બંનેએ લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. બંનેને બે દિકરીઓ પણ છે.
 

1/9
image

આ તસવીરો વાયરલ થયા બાદ લોકો હંસલ મહેતાને ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હંસલ મહેતાએ સફીના સાથે લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો સાથે કરી. 

2/9
image

કપલે કોઈ પણ રીતિ રિવાજ વગર કોર્ટ મેરેજ કર્યા છે. પેપર પર સહી કરતા કપલના ફોટા ખુબ વાયરલ થઈ રહ્યા છે. 

3/9
image

હંસલ મહેતાએ પોસ્ટ શેર કરીને લખ્યું કે બે લોકોએ 17 વર્ષ પોતાના બાળકોને મોટા થતા જોયા અને પોતાના સપનાનો પીછો કરતા કરતા અમે લગ્નનો નિર્ણય કર્યો. હંમેશાની જેમ આ પણ એકદમ અચાનક અને પ્લાન કર્યા વગરનું હતું. જો કે અમારી પ્રતિજ્ઞાઓ સાચી હતી. આખરે બધી વસ્તુઓ પર પ્રેમ હાવી થઈ જાય છે. અને...

4/9
image

તસવીરોમાં હંસલ મહેતા લાઈટ બ્રાઉન કલરના બ્લેઝર સફેટ ટીશર્ટ અને જીન્સના પેન્ટમાં જોવા મળે છે. જ્યારે સફીના ગુલાબી રંગના ડ્રેસમાં સુંદર લાગે છે. 

5/9
image

દસ્તાવેજો પર સહી કર્યા બાદ બંને પોત પોતાના પરિવાર સાથે પોઝ આપતા જોવા મળે છે. નોંધપાત્ર એ રહ્યું કે કપલ એકદમ સિંપલ પણ શાનદાર અંદાઝમાં જોવા મળ્યું. 

6/9
image

હંસલ મહેતાની આ પોસ્ટ પર અનેક ફિલ્મ હસ્તીઓ જેમ કે વિશાલ ભારદ્વાજ, મનોજ બાજપેયી, અનુભવ સિન્હા, રાજકુમાર રાવ, શેફ રણવીર બરારે કમેન્ટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. 

7/9
image

હંસલ મહેતાએ ખુબ જ લોકપ્રિય વેબ સિરીઝ સ્કેમ 1992 ડાયરેક્ટ પણ કરી છે. ડાઈરેક્શનમાં જય મહેતા પણ હતા. આ સિરીઝથી ગુજ્જુ કલાકાર પ્રતિક ગાંધીએ ખુબ ખ્યાતિ મેળવી. હંસલ મહેતાની અન્ય એક વેબ સિરીઝ મોર્ડન લવ મુંબઈમાં પણ પ્રતિકે કામ કર્યું છે. પ્રતિકે શુભેચ્છા પાઠવતા લખ્યું કે આ પ્રેમ છે...ત્યારબાદ હાર્ટ ઈમોજી બનાવીને લખ્યું કે આ પ્રેરણાદાયક પણ છે. 

8/9
image

તેઓ અગાઉ સફીનાને તેમની પત્ની ગણાવી ચૂક્યા છે. સફીના પોતે એક સામાજિક કાર્યકર અને એનજીઓની સંસ્થાપક છે અને દિવંગત અભિનેતા યુસુફ હુસૈનની પુત્રી છે. 

 

9/9
image

હંસલ મહેતા અને સફીનાને બે દિકરીઓ પણ છે. હંસલને તેમના અગાઉના લગ્નથી બે પુત્રો પણ છે.