New Year: ઠંડીમાં ફરવાનું પ્લાનિંગ કરતા હોવ તો આ જગ્યાઓ છે એકદમ બેસ્ટ...એક તો ગુજરાતીઓનું ખુબ ફેવરિટ

વર્ષ 2023 જલદી પૂરું  થવાની તૈયારીમાં છે. ડિસેમ્બર મહિનો ચાલુ છે. ડિસેમ્બર મહિનો શરૂ થાય કે લોકો નવા વર્ષની ઉજવણી માટે પ્લાન શરૂ કરી દે છે. ડિસેમ્બર મહિનો પૂરો થતાની સાથે નવું વર્ષ શરૂ થાય છે. આવામાં કેટલાક લોકો બહાર ફરવા જવાનું પણ પ્લાનિંગ કરતા હોય છે. આજે અમે તેમને ફરવા માટે એવા સ્થળો જણાવીશું જ્યાં તમારી નવા વર્ષની ઉજવણી હર્ષોલ્લાસથી થશે. ભારતની આ જગ્યા સુંદર હોવાની સાથે સાથે મનને પ્રફૂલ્લિત કરનારી છે. લાખો લોકો અહીં સેલિબ્રેશન માટે પહોંચતા હોય છે. 

માઉન્ટ આબુ

1/7
image

ગુજરાતને એકદમ અડીને આવેલું રાજસ્થાનની ધરતી પરનું આ હીલ સ્ટેશન ખુબ જ આહલાદક અને ગુજરાતીઓને ગમતું છે. તમારા નવા વર્ષને યાદગાર બનાવવા માંગતા હોવ તો તમારે ભારતની આ યુનિક જગ્યા પર એકવાર જરૂર જવું જોઈએ. માઉન્ટ આબુની પહાડીઓ તમારું મન જીતી લેશે. 

મનાલી

2/7
image

મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અહીંની સુંદરતા જગપ્રસિદ્ધ છે. તમારા નવા વર્ષની ઉજવણીના પ્લાનિંગમાં તમારે મનાલી પણ વિચારવું જોઈએ અહીંનું કુદરતી સૌંદર્ય તમારું મન જીતી લેશે. 

ગોવા

3/7
image

નવા વર્ષની ઉજવણી માટે ગોવા લોકોની ચોઈસ રહ્યું છે. તમે મિત્રો સાથે જવાનું પ્લાનિંગ કરતા હોવ કે પછી પરિવાર સાથે...ગોવા તમારી મસ્તીમાં ચાર ચાંદ લગાવી દેશે. બીચની મજા માણી શકશો. આ સાથે જ ત્યાંની નાઈટલાઈફ પણ સારી હોય છે. 

કસોલ

4/7
image

હિમાચલ પ્રદેશમાં સ્થિત કસૌલની સુંદરતાને એક્સપ્લોર કરવા માટે લોકો દર વર્ષે પહોંચતા હોય છે. અહીંની સુંદરતા તમારી નજરમાં વસી જશે. પાછા આવવાનું મન જ નહીં થાય.

પોંડિચેરી

5/7
image

જો મને ખુબ શોરબકોર કે ભીડભાડ ન ગમતા હોય તો નવા વર્ષની ઉજવણી માટે તમે કોઈ શાંત અને સુંદર જગ્યા પર જઈ શકો છો. આ માટે પોંડિચેરી બેસ્ટ ઓપ્શન છે. ફરવા માટે અનેક સારી જગ્યાઓ છે. 

જયપુર

6/7
image

રાજસ્થાનનું જયપુર પણ ફરવા માટે કોઈ કમ નથી. ત્યાં અનેક કિલ્લા અને મહેલ છે. જ્યાં તમને ફરવામાં ખુબ મજા આવશે. રાજસ્થાનનું જયપુર ફરવા માટે ખુબ લોકપ્રિય છે અને અહીં અલગ અલગ રીતે કિલ્લા મહેલ હવેલી લોકોને ખુબ પસંદ પડે છે. 

દહેરાદૂન

7/7
image

પરિવાર હોય કે પછી મિત્રોનું ગ્રુપ નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે દહેરાદૂન પણ એક સરસ ઓપ્શન છે. અહીં તમે તમારા ગ્રુપ સાથે જઈને ખુબ એન્જોય કરી શકો છો. આ જગ્યાઓની સારી વાત એ છે કે આ બધા બજેટ ફ્રેન્ડલી છે અને આ જગ્યાઓને જો તમે એક્સપ્લોર કરતા હોવ તો નવા વર્ષની ઉજવણી યાદગાર બની શકે છે.