ગરીબ પરિવારના મજબૂરીના દ્રશ્યો : વરસાદમાં વહી ગયા તરબૂચ, આખી રાત ઉજાગરો કરી શક્ય એટલા બચાવ્યા

Gujarat Weather Forecast નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે ભાવનગર શહેરમાં માત્ર 35 મિનિટ જેવા સમયમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા અન્ય જિલ્લા માથી રોજગારી માટે આવતા નાના ધંધાર્થીના તરબૂચ તણાઈ ગયા હતા, ભારે વરસાદ થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લામાંથી અનેક લોકો ભાવનગરમાં રોજગારી માટે આવતા હોય છે તેઓ છૂટક ઠેલા લગાવી તેમજ છૂટક વેચાણ કરી ગુજરાન ચલાવતા હોય છે, એવા જ એક ધંધાર્થી જે છોટા ઉદેપુર જિલ્લા માથી ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રેલવે ગ્રાઉન્ડમાં ઠેલો લગાવી તરબૂચ નું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા હતા, ત્યારે ગઈ કાલે આવેલા અવિરત ધોધમાર વરસાદના કારણે આ વિસ્તારમાં ઢીચણ સમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓના તરબૂચ તણાવા લાગ્યા હતા, ભારે વરસાદના કારણે તરબૂચ તણાવા લાગ્યા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો, જેના કારણે સમગ્ર પરિવાર તરબૂચને બચાવવા કામે લાગ્યો હતો, પરંતુ તેમ છતાં પાણીના ભારે પ્રવાહના કારણે ઘણા તરબૂચ પાણીમાં તરતા વહી ગયા હતા, વરસાદ રહી ગયા બાદ આખી રાત ઉજાગરો કરી પરિવાર જેટલા બચ્યા એટલા તરબૂચને એકત્રિત કરવામાં લાગી ગયો હતો, પરંતુ તેમ છતાં હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો, ભારે વરસાદના કારણે ઘર વખરી અને માલ સમાન તેમજ ગાદલા, ગોદડા સહિત બધુજ પલળી જતા આ નાના વેપારીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image