IPO Update: આગામી સપ્તાહે એક ગુજરાતી કંપની સહિત કુલ 3 આઈપીઓ થશે ઓપન, જાણો વિગત

IPO Calender for Next Week: આગામી સપ્તાહે ત્રણ આઈપીઓ સાઈ સ્વામી મેટલ્સ એન્ડ અલોયઝ આઈપીઓ, એમકે પ્રોડક્ટ્સ અને સ્ટોરેજ ટેક્નોલોજી અને ઓટોમેશન ઈન્વેસ્ટરોનું ધ્યાન ખેંચશે. અહીં ચેક કરો ડેટ અને પ્રાઇઝ બેન્ડ.

અપકમિંગ આઈપીઓ

1/5
image

 IPO Calendar for Next Week: આગામી સપ્તાહે શેર બજારના 3 આઈપીઓમાં ઈન્વેસ્ટરોને રોકાણની તક મળશે. આવનારા સપ્તાહમાં સાઈ સ્વામી મેટલ્સ એન્ડ અલોયસ આઈપીઓ (Sai Swami Metals and Alloys IPO),એમકે પ્રોડક્ટ્સ આઈપીઓ (Amkay Products IPO)અને સ્ટોરેજ ટેક્નોલોજી એન્ડ ઓટોમેશન આઈપીઓ (Storage Technologies and Automation IPO)સબ્સક્રિપ્શન માટે ખુલશે. જાણો વિગત...  

સાઈ સ્વામી મેટલ્સ એન્ડ અલોયઝ

2/5
image

સ્ટેનલેસ સ્ટીલની પ્રોડક્ટ બનાવનારી કંપની સાઈ સ્વામી મેટલ્સ એન્ડ અલોયઝ લિમિટેડનો આઈપીઓ 30 એપ્રિલે ખુલશે અને 3 મેએ બંધ થશે. શેર BSE ના એસએમઈ મંચ પર લિસ્ટેડ થશે. ઈન્વેસ્ટરોને આશરે 15 કરોડ રૂપિયા ભેગા કરવાની મદદથી કંપની આ આઈપીઓ લઈ આવી રહી છે. ડોલ્ફિન બ્રાન્ડ હેઠળ સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ બનાવનારી અમદાવાદ સ્થિત આ કંપનીએ પોતાના આઈપીઓ હેઠળ બોલી માટે પ્રતિ ઈક્વિટી શેર કિંમત 60 રૂપિયા નક્કી કરી છે.

એમકે પ્રોડક્ટ્સ

3/5
image

હેલ્થકેર સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ જેમ કે ફેસ માસ્ક, નેબ્યુલાઇઝર, પલ્સ ઓક્સીમીટર વગેરે બનાવનારી કંપની Amkay Products નો આઈપીઓ આગામી સપ્તાહે મંગળવાર 30 એપ્રિલે ખુલશે અને 3 મેએ બંધ થઈ જશે. પ્રાઇઝ બેન્ડ 52-55 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓની લોટસાઇઝ 2000 શેરની છે.   

સ્ટોરેજ ટેક્નોલોજી અને ઓટોમેશન

4/5
image

મેટર સ્ટોરેજ રેક, ઓટોમેટેડ વેરહાઉસ અને અન્ય સ્ટોરેજ સોલ્યૂશનની ડિઝાઇન, નિર્માણ, ઈન્સ્ટોલેશન સેવાઓ આપનારી કંપનીનો આઈપીઓ પણ 30 એપ્રિલે ઓપન થશે. આ આઈપીઓ 3 મે સુધી ખુલો રહેશે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ 73-78 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીએ 1600 શેરનો એક લોટ બનાવ્યો છે.  

જેએનકે ઈન્ડિયાનું લિસ્ટિંગ

5/5
image

30 એપ્રિલે જેએનકે ઈન્ડિયાનું લિસ્ટિંગ પણ થવાનું છે. કંપનીનો આઈપીઓ 23 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઓપન થયો હતો. જે માટે પ્રતિ શેર 395-415 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. આ કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.