શનિની રાશિમાં સૂર્યનું મહાગોચર, 30 દિવસ સુધી આ 3 રાશિને અપાર ધનલાભ થશે, જ્યારે આ 2 રાશિના માથે ઉપાધિના પોટલા

સૂર્ય દેવના આ ગોચરથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. કેટલાકને પોઝિટિવ રિઝલ્ટ મળશે તો કેટલાકે એલર્ટ રહેવું પડશે. જાણો સૂર્યનું આ ગોચર કોને ફાયદો કરાવશે અને કોના હાલ હવાલ બગાડશે.

શનિની રાશિમાં સૂર્યનું મહાગોચર, 30 દિવસ સુધી આ 3 રાશિને અપાર ધનલાભ થશે, જ્યારે આ 2 રાશિના માથે ઉપાધિના પોટલા

ગ્રહોના રાજા સૂર્ય આજે પોતાની આગામી ચાલ ચાલી રહ્યા છે. શનિની રાશિમાં સૂર્યનું ગોચર થવા જઈ રહ્યું છે. સૂર્ય દેવ મકર રાશિથી કુંભ રાશિમાં આજે પ્રવેશ કરશે. આજે મંગળવારે સાંજે 3.34 મિનિટે સૂર્ય રાશિ પરિવર્તન કરશે. સૂર્ય દેવ આવનારા 30  દિવસ સુધી કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્ય દેવના આ ગોચરથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. કેટલાકને પોઝિટિવ રિઝલ્ટ મળશે તો કેટલાકે એલર્ટ રહેવું પડશે. જાણો સૂર્યનું આ ગોચર કોને ફાયદો કરાવશે અને કોના હાલ હવાલ બગાડશે.

આ રાશિવાળાને કરાવશે ફાયદો...

મેષ રાશિ
સૂર્યનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. ઓફિસમાં તમારા કામના સીનિયર્સ વખાણ કરશે. આ દરમિયાન નવી જવાબદારી મળી શકે છે. ફાઈનાન્શિયલ સિચ્યુએશન પણ સારી રહેશે. વેપારીઓ માટે સમય ખાસ રહેશે. 

વૃષભ રાશિ
શનિની રાશિ કુંભમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિવાળાને ફાયદો કરાવશે. તમારા પર સૂર્યદેવની કૃપા રહેશે. ધર્મ કર્મમાં મન લાગશે. પોઝિટિવ ફીલ કરશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરો. 

મિથુન રાશિ
મિથુન રાશિ માટે પણ સૂર્યનું આ રાશિ પરિવર્તન પોઝિટિવ પરિણામ લઈને આવ્યું છે. વિદેશ મુસાફરીના યોગ છે. કામોમાં આવતી અડચણો દૂર થશે. ધન સંપત્તિ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. પ્રેમ જીવન મધુર બનશે. 

કોને સાચવીને રહેવું પડશે....

વૃશ્ચિક રાશિ
સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિવાળા માટે લાભદાયક નથી ગણવામાં આવી રહ્યું. આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. ધન હાનિ થવાની શક્યતા છે. નેગેટિવ ફીલ કરી શકો છો. પાર્ટનર સાથે મનમોટાવની સ્થિતિ પેદા થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ રહી શકે છે. 

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ નથી માનવામાં આવી રહ્યું. આર્થિક સ્થિતિમાં ઉતાર ચડાવ આવશે. જીવનમાં પડકારોનો સામનો  કરવો પડી શકે છે. કામ પૂરું કરવામાં અડચણો આવી શકે છે. સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news