BCCI : ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે બદલવામાં આવશે બંધારણ, પરંતુ....

બીસીસીઆઈના(BCCI) વર્તમાન નિયમો અનુસાર તેનો કે તેના રાજ્ય સંઘ સાથે જોડાયેલો અધિકારી 3-3 વર્ષના બે કાર્યકાળ(Two year tenure) એટલે કે, સળંગ 6 વર્ષ સુધી જ પોતાના પદ પર રહી શકે છે. ત્યાર પછી તેણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ફરજિયાત નિવૃત્તિ (કૂલિંગ પીરિયડ)નું પાલન કરવું પડે છે. એટલે કે, ત્યાર પછીના ત્રણ વર્ષ સુધી તે બીસીસીઆઈમાં(BCCI) કોઈ પદ લઈ શકે નહીં. 
 

BCCI : ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે બદલવામાં આવશે બંધારણ, પરંતુ....

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો(Saurav Ganguly) કાર્યકાળ વધારવા માટે બંધારણમાં(Constitution) સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈની(BCCI) રવિવારે મળેલી 88મી વાર્ષિક સામાન્ય બેઠકમાં(AGM) આ નિર્ણય લેવાયો છે. જોકે, બોર્ડના આ નિર્ણય પછી ગાંગુલીનો કાર્યકાળ(Ganguly Tenure) લંબાવવામાં એક મોટી મુશ્કેલી છે. બીસીસીઆઈ(BCCI) પોતાની રીતે આ સંશોધન કરી શકે એમ નથી, તેના માટે તેણે સુપ્રીમ કોર્ટની(Supreme Court) મંજુરી લેવાની રહેશે. 

બીસીસીઆઈના(BCCI) વર્તમાન નિયમો અનુસાર તેનો કે તેના રાજ્ય સંઘ સાથે જોડાયેલો અધિકારી 3-3 વર્ષના બે કાર્યકાળ(Two year tenure) એટલે કે, સળંગ 6 વર્ષ સુધી જ પોતાના પદ પર રહી શકે છે. ત્યાર પછી તેણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ફરજિયાત નિવૃત્તિ (કૂલિંગ પીરિયડ)નું પાલન કરવું પડે છે. એટલે કે, ત્યાર પછીના ત્રણ વર્ષ સુધી તે બીસીસીઆઈમાં(BCCI) કોઈ પદ લઈ શકે નહીં. 

આ નિયમના કારણે ગાંગુલીનો બીસીસીઆઈના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ હવે માત્ર 9 મહિના સુધી જ રહી શકે છે. ગાંગુલીથી પહેલા બોર્ડના અધ્યક્ષનો કાર્યકાળ બે વર્ષનો રહેતો હતો, જેને એક વર્ષ માટે વધુ લંબાવી શકાતો હતો. 

— ANI (@ANI) December 1, 2019

રવિવારે મુંબઈમાં બીસીસીઆઈની 88મી સામાન્ય બેઠક મળી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા વહીવટી સુધારામાં થોડી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. એજીએમના નિર્ણય પછી બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, "કાર્યકાળ પ્રસ્તાવિત સંશોધનને મંજુરી આપી દેવાઈ છે. હવે તેને સુપ્રીમ કોર્ટની મંજુરી માટે મોકલવામાં આવશે. જો મંજુરી મળી જશે તો ગાંગુલી 2024 સુધી બોર્ડના અધ્યક્ષ પદે રહી શકશે."

ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈનું વર્તમાન બંધારણ લોઢા સમિતિની ભલામણો પર આધારિત છે. આ સમિતિની રચના સુપ્રીમ કોર્ટે કરી હતી અને તેણે જ બોર્ડના નવા બંધારણને પણ મંજુરી આપી હતી. 

સૌરવ ગાંગુલી લગભગ 5 વર્ષ પહેલા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલ એટલે કે સીએબીના અધ્યક્ષ બન્યા હતા. તેમણે 23 ઓક્ટોબર, 2019ના રોજ બીસીસીઆઈના અધ્યક્ષ પદનો કાર્યકાળ સંભાળ્યો છે. વર્તમાન નિયમ અનુસાર હવે ગાંગુલીએ આગામી વર્ષે જુલાઈ મહિનામાં આ પદ છોડી દેવું પડશે. 

ICCની મીટિંગમાં ભાગ લેશે જય શાહ 
બીસીસીઆઈની 88મી એજીએમમાં સચિવ જય શાહને આઈસીસીની સીઈસી બેઠકમાં ભાગ લેવા મોકલવાનો નિર્ણય પણ લેવાયો હતો. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, "જય શાહ આઈસીસીની સીઈસી બેઠકમાં ભાગ લેવા જશે. જોકે, આઈસીસી બોર્ડની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તેના અંગે કોઈ નિર્ણય લેવાયો નથી."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news