શું ખરેખર Ms Dhoni પર્સ ઘરે ભૂલ્યા ગયા બાદ માંગ્યા હતા 600 રૂપિયા, જાણો શું છે વાયરલ પોસ્ટનું સત્ય

Mahendra Singh Dhoni: પોસ્ટમાં સ્કેમર્સે દાવો કર્યો છે કે હું મહેન્દ્ર સિંહ ધોની છું અને હું એક પ્રાઇવેટ એકાઉન્ટ તમને લોકોને મેસેજ કરી રહ્યો છું. ત્યારબાદ આગળ લખ્યું કે હું રાંચીના બહારના ક્ષેત્રમાં ફસાયો છું. 

શું ખરેખર Ms Dhoni પર્સ ઘરે ભૂલ્યા ગયા બાદ માંગ્યા હતા 600 રૂપિયા, જાણો શું છે વાયરલ પોસ્ટનું સત્ય

Fact Check Ms Dhoni Stuck In Ranchi: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાયરલ પોસ્ટમાં વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે મહેન્દ્ર સિંહ ધોની છે, જે પોતાનું પર્સ ભૂલી ગયા છે, જોકે 600 રૂપિયાની જરૂર છે. સાથે જ આગળ લખ્યું કે ઘરે પરત ફર્યા બાદ પાછા આપ[ઈ દેશે. તો શું માહીએ પોતે મેસેજ કર્યો છે? શું ખરેખર પૂર્વ ભારતીય કેપ્ટન પોતાનું પર્સ ઘરે ભૂલી ગયા છે? આ દાવામાં કેટલી સચ્ચાઇ છે? જોકે, ધોનીના નામ પર પોતાની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સ વિવિધ હથકંડા અપનાવી રહ્યા છે. 

'હું રાંચીના બહાર્ના વિસ્તારમાં ફસાઇ ગયો છું અને.... 
હવે ક્રિકેટ ફેન્સ સ્કેમર્સના નિશાન પર છે. સ્કેમર્સ લોકોના પૈસા ઠગવા માટે મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીના નામનો સહારો લે છે. પોસ્ટમાં સ્કેમર્સએ ધોની બનીને દાવો કર્યો કે હું મહેન્દ્ર સિંહ ધોની છું અને હું એક પ્રાઇવેટ એકાઉન્ટ પરથી તમને લોકોને મેસેજ કરી રહ્યો છું. ત્યારબાદ આગળ લખ્યું કે હું રાંચીના બહારના વિસ્તારમાં ફસાઇ ગયો છું અને હું આવતી વખતે પર્સ ભૂલી ગયો છું. મારે બસમાં ઘરે પરત ફરવું છે, શું તમે મને ફોન પે પર 600 રૂપિયા ટ્રાંસફર કરી દેશો, હું ઘરે જઇને તમને પૈસા પરત આપી દઇશ. જોકે હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. સાથે જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ સતત કોમેન્ટ કરી રિપ્લાય આપી રહ્યા છે. 

પોસ્ટમાં ધોનીનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો રિપોર્ટ કરી રહ્યા છે અને કેટલાક લોકો મજાકમાં 'QR કોડ' માંગી રહ્યા છે. તો બીજી તરફ  DOT ઇન્ડિયાના સત્તાવાર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. પોસ્ટ લોકોને ચેતવણી આપે છે કે તમને છેતરવાનો પ્રયાસ કરનારા સ્કેમર્સથી સાવધ રહો!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news