TATA મોટર્સ લાવી રહી છે શાનદાર લુક્સથી સજ્જ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક કાર, મળશે 500 કિમીની ડ્રાઈવિંગ રેન્જ

ટાટા મોટર્સે હાલમાં જ તેની નવી ઈલેક્ટ્રિક કાર કર્વને લોન્ચ કરી છે. કંપની એક બાદ એક શાનદાર ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર્સ લોન્ચ કરી રહી છે. માર્કેટમાં પહેલાથી જ લક્ઝરી ઈલેક્ટ્રિક કારને લઈ સ્પર્ધા ચાલી રહી છે. તેવામાં કંપનીએ વધુ એક ઈલેક્ટ્રિક કાર પરથી પદડો હટાવ્યો છે. આ કારનું નામ અવિન્યા(Avinya) છે.

TATA મોટર્સ લાવી રહી છે શાનદાર લુક્સથી સજ્જ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક કાર, મળશે 500 કિમીની ડ્રાઈવિંગ રેન્જ

નવી દિલ્લીઃ ટાટા મોટર્સે હાલમાં જ તેની નવી ઈલેક્ટ્રિક કાર કર્વને લોન્ચ કરી છે. કંપની એક બાદ એક શાનદાર ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર્સ લોન્ચ કરી રહી છે. માર્કેટમાં પહેલાથી જ લક્ઝરી ઈલેક્ટ્રિક કારને લઈ સ્પર્ધા ચાલી રહી છે. તેવામાં કંપનીએ વધુ એક ઈલેક્ટ્રિક કાર પરથી પદડો હટાવ્યો છે. આ કારનું નામ અવિન્યા(Avinya) છે.

આ કારને કંપની પ્યોર EV થર્ડ જનરેશન પર તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે આ કારને ભારતીય રસ્તાઓ તેમજ વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. ટાટા ગ્રુપના ચેરમેને જણાવ્યું કે આ કારનું વેચાણ ગ્લોબલ માર્કેટમાં પણ કરવામાં આવશે.
ટાટા મોટર્સ આ ઈલેક્ટ્રિક કારની સ્ટાઈલ અને ડિઝાઈનને ખૂબ જ મજબૂત રાખવા જઈ રહી છે. જેથી તે લોકોની નજરમાં આવી આકર્ષણનું કેન્દ્ર બની રહે. આ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક SUVનું પ્રી-પ્રોડક્શન મોડલ છે. કારમાં LEDની પાતળી સ્ટ્રીપ આપવામાં આવી છે જે ટાટાનો T સિમ્બોલ દર્શાવે છે. આ સ્ટ્રીપ LED ડે ટાઈમ રનિંગ લાઇટ તરીકે પણ કામ કરે છે અને હેડલેમ્પની બંને બાજુઓને સ્પર્શે છે. કારની સાઈડ પ્રોફાઈલ એકદમ શાનદાર છે અને SUVનો લુક આપવા માટે તેમાં મોટા કદના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. પહોળા બટરફ્લાય ગેટને કારણે ચઢવું અને નીચે ઉતરવું એકદમ સરળ છે. પાછળના ભાગમાં પાતળી LED લાઈટિંગ આપવામાં આવી છે જે આખા રિયરને ઘેરી લે છે.500 કિમીની રેન્જનો દાવો-
Tata Avinya EV કોન્સેપ્ટમાં કંપનીએ દાવો કર્યો છે કે કારમાં સેફ્ટી અને સિક્યોરિટીમાં અવ્વલ રહેશે અને તેમાં ડસ્ટ પ્રોટેક્શન ઉપરાંત એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ આપવામાં આવશે. ટાટાએ નવી EV સાથે કનેક્ટેડ કાર ફીચર્સ ઓફર કરવાનો દાવો પણ કર્યો છે, ત્યારબાદ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથેનું અનોખું સ્ટિયરિંગ અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ કારને સિંગલ ચાર્જમાં 500 કિમી સુધી ચલાવી શકાય છે. તે ડ્યુઅલ-મોડ ઈલેક્ટ્રિક એસયુવી હશે જે 2-વ્હીલ ડ્રાઈવ અને 4-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમમાં લોન્ચ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news