થશે ગજબની બચત, 50,000 રૂપિયાથી ઓછામાં ખરીદો આ Electric Scooters

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે. એવામાં વ્યાજબી કિંમતના ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદીમાં વધારો થયો છે. વધતી જતી મોંઘવારીના સંજોગોમાં તમે 50,000 રૂપિયાથી ઓછી કિંમતમાં કેટલાક સ્કૂટર ખરીદી શકો છો.

થશે ગજબની બચત, 50,000 રૂપિયાથી ઓછામાં ખરીદો આ Electric Scooters

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે. એવામાં વ્યાજબી કિંમતના ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદીમાં વધારો થયો છે. વધતી જતી મોંઘવારીના સંજોગોમાં તમે 50,000 રૂપિયાથી ઓછી કિંમતમાં કેટલાક સ્કૂટર ખરીદી શકો છો.

ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી
ઇલેક્ટ્રિક સ્કૂટર ઓછા ખર્ચે લાંબા અંતર સુધી ચાલી શકે છે. આ સ્કૂટર્સનો શાનદાર લુક અને ફીચર્સ પણ તમને આકર્ષવાની કોઈ તક છોડશે નહીં. ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વધતા વેચાણનું સૌથી મોટું કારણ તેમનું બજેટ ફ્રેન્ડલી હોવું છે. અહીં જાણો તમારા બજેટ પ્રમાણે તમારા માટે સૌથી સારું સ્કૂટર કયું છે.

હીરો ઇલેક્ટ્રિક ફ્લેશ
આ ઇલેક્ટ્રિક સ્કૂટર (Hero Electric Flash)ની કિંમત 46,640 રૂપિયાથી 56,940 રૂપિયા સુધીની છે. તેની બેટરી રેન્જ 85 કિમી પ્રતિ ચાર્જ છે. આ ઉપરાંત, 60 કિમી પ્રતિ ચાર્જની બેટરી રેન્જ અને 50,000 રૂપિયાની શરૂઆતની કિંમત સાથેનો હીરો ઇલેક્ટ્રિક ડૅશ પણ સારો વિકલ્પ બની શકે છે.

ઇવોલેટ પોની
ઇવોલેટ પોની રૂ. 39,541 થી રૂ. 49,592 સુધીનો વ્યાજબી વિકલ્પ છે. તેનો એક પ્લસ પોઈન્ટ એ છે કે તેને એકવાર ચાર્જ કર્યા બાદ તે 82 કિમી સુધીની મુસાફરી કરી શકે છે.

ઓકિનાવા રિજ
47,980 રૂપિયાની શરૂઆતી કિંમતથી ગ્રાહકોના દિલ જીતી લેનાર આ સ્કૂટર (ઓકિનાવા રિજ)ની બેટરી રેન્જ 84 કિમી સુધીની છે. આ સિવાય 45,000ની કિંમતનું Avon E Scoot પણ તમારા ખિસ્સા પર ભાર વધારશે નહી.

એમ્પીયર રિયો એલિટ
તમે રૂ. 49,999 (Ampere Reo Elite)ના આ સ્કૂટરને સિંગલ ચાર્જમાં 121 કિમી સુધી ચલાવી શકો છો. આ પછી, 43,490 રૂપિયાની બજેટ ફ્રેન્ડલી એમ્પીયર રીઓ 60 કિમી સુધીની બેટરી રેન્જ ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news