WhatsApp લાવ્યું Instagram જેવું ફીચર! હવે ચલાવી શકશો એકસાથે બે એકાઉન્ટ, જાણો કેવી રીતે

WhatsApp users: મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં કહ્યું કે વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં એક જ સમયે બે વોટ્સએપ એકાઉન્ટમાં લોગઈન કરી શકશો. તેણે કહ્યું, 'વોટ્સએપ પર બે એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરો. ટૂંક સમયમાં તમે એપની અંદર એક ફોન પર બે WhatsApp એકાઉન્ટ ધરાવી શકશો.
 

WhatsApp લાવ્યું Instagram જેવું ફીચર! હવે ચલાવી શકશો એકસાથે બે એકાઉન્ટ, જાણો કેવી રીતે

WhatsApp new feature: ઇન્સ્ટાગ્રામ પર જ્યારે એક એકાઉન્ટમાંથી એકથી વધુ એકાઉન્ટ ચલાવવાની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે દરેકના મનમાં પ્રશ્ન હતો કે આ વોટ્સએપ પર ક્યારે શક્ય બનશે. તમે WhatsApp પર માત્ર એક જ એકાઉન્ટ ચલાવી શકો છો. પરંતુ હવે તમે WhatsApp પર એકસાથે બે એકાઉન્ટ ચલાવી શકો છો. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં કહ્યું કે વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં એક જ સમયે બે વોટ્સએપ એકાઉન્ટમાં લોગઈન કરી શકશે. તેણે કહ્યું, 'વોટ્સએપ પર બે એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરો. ટૂંક સમયમાં તમે એપની અંદર એક ફોન પર બે WhatsApp એકાઉન્ટ ધરાવી શકશો.

આ લોકો માટે રહેશે સારું
આ ફીચરની મદદથી તમે એક જ ડિવાઇસ પર બે અલગ-અલગ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકો છો. આ સાથે તમારે દર વખતે લોગ આઉટ કરવાની કે બે અલગ-અલગ ફોન સાથે રાખવાની જરૂર નહીં પડે. આ સુવિધા ખાસ કરીને એવા યૂઝર્સ માટે ઉપયોગી થશે જેઓ તેમના કામ અને અંગત જીવન માટે અલગ-અલગ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવા માગે છે. ઉદાહરણ તરીકે, તમે તમારા વ્યાવસાયિક સંપર્કો સાથે એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો, અને તમારા મિત્રો અને પરિવાર સાથે બીજા એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.

ફક્ત તમારું WhatsApp સેટિંગ્સ ખોલો, તમારા નામની બાજુના તીર પર ક્લિક કરો અને ' એડ એકાઉન્ટ' પર ક્લિક કરો. કંપની અનુસાર, તમે દરેક એકાઉન્ટ પર તમારી પ્રાઈવસી અને નોટિફિકેશન સેટિંગ્સને કંટ્રોલ કરી શકો છો. મેટા-માલિકીના પ્લેટફોર્મે યૂઝર્સને તેમના ફોન પર વધુ એકાઉન્ટ્સ ઉમેરવા માટે ફક્ત સત્તાવાર WhatsAppનો ઉપયોગ કરવાની અને પોતાના ફોન પર વધુ એકાઉન્ટ એડ કરવા માટે ડુપ્લીકેટ વર્જન ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે યૂઝર્સ માટે મેસેજ સત્તાવાર વોટ્સઅપનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત અને પ્રાઇવેટ છે. 

વોટ્સએપે આ સપ્તાહની શરૂઆતમાં તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પાસવર્ડ-લેસ પાસકી ફીચર માટે સપોર્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પગલું એન્ડ્રોઇડ પરના WhatsApp યૂઝર્સને અસુરક્ષિત અને હેરાન કરનાર દ્વિ-પરિબળ SMS પ્રમાણીકરણને ગુડબાય કહેવા માટે મદદ કરશે.

કંપનીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું, 'Android વપરાશકર્તાઓ પાસકી વડે સરળતાથી અને સુરક્ષિત રીતે લૉગ ઇન કરી શકે છે. ફક્ત તમારો ચહેરો, ફિંગરપ્રિન્ટ અથવા પિન તમારા WhatsApp એકાઉન્ટને અનલોક કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ સપોર્ટ આવતા અઠવાડિયા અને મહિનાઓમાં શરૂ થશે. પાસકીઝ પરંપરાગત પાસવર્ડને તમારા ડિવાઇસની પોતાની પ્રમાણીકરણ પદ્ધતિઓથી બદલી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news