Travel Tips: ઉનાળામાં ફરવા જાવ તો સાથે હોવી જ જોઈએ આ વસ્તુઓ

ઉનાળામાં ફરવું

ઉનાળામાં રજાઓ આવે ત્યારે લોકો ઠંડી જગ્યા ઉપર ફરવા જવાનું પસંદ કરે છે.

સાથે રાખવાની વસ્તુઓ

જ્યારે પણ ઉનાળામાં ફરવા જવાનું થાય ત્યારે પર્સમાં આ વસ્તુઓ સાથે રાખવી જોઈએ.

સનસ્ક્રીન લોશન

પર્સ પેક કરો એટલે સૌથી પહેલા સનસ્ક્રીન લોશન રાખી દેવું. ઉનાળામાં આ વસ્તુ સાથે રાખવી ખૂબ જ જરૂરી છે.

કોટનના કપડાં

ગરમીના દિવસોમાં ટ્રાવેલિંગ કરો ત્યારે શક્ય હોય ત્યાં સુધી કોટનના કપડાં જ સાથે રાખવા.

સન ગ્લાસીસ

જ્યારે પણ બહાર ફરવાનું જાય તો સન ગ્લાસીસ સાથે રાખવાનું ભૂલવું નહીં. તડકામાં તેની જરૂર સૌથી વધુ પડશે.

પાણી

આમ તો જ્યાં જાવ ત્યાં પાણી મળી રહે છે પરંતુ સેફ સાઇડ સાથે પણ પાણીની બોટલ હંમેશા રાખવી.

2 લીટર પાણી

ટ્રાવેલિંગ કરતી વખતે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવાય એ વાતનું પણ ધ્યાન રાખવું જેથી તબિયત બગડે નહીં.

મેકઅપ

મેકઅપ સાથે જરૂરથી રાખવો પરંતુ શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન ઓછો મેકઅપ કરવો.