Myanmar Protests: ખૂંખાર બની મ્યાનમારની સેના, એક દિવસમાં 91 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા

વેબસાઇટ મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે સાંજ સુધી સુરક્ષાદળોની કાર્યવાહીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 91 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 14 માર્ચે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 74થી 90 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. 

Myanmar Protests:  ખૂંખાર બની મ્યાનમારની સેના, એક દિવસમાં 91 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા

યંગૂનઃ મ્યાનમારમાં છેલ્લા એક મહિનાથી થયેલા સૈન્ય તખ્તાપલટ બાદથી સૈન્ય સરકાર ખુંખાર બની ગઈ છે. શનિવારે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ સૌથી મોટી હિંસક કાર્યવાહીમાં સુરક્ષાદળોના હાથે 91 લોકોના મોત થયા છે. મ્યાનમારના મીડિયામાં આપવામાં આવેલી જાણકારીમાં ભયાનક સ્થિતિ સામે આવી છે. વેબસાઇટ મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે સાંજ સુધી સુરક્ષાદળોની કાર્યવાહીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 91 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 14 માર્ચે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 74થી 90 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. 

યંગૂનમાં એક ધ્યાન રાખનાર વ્યક્તિ દ્વારા જારી મૃતક સંખ્યા પ્રમાણે, બે ડઝનથી વદુ શહેરોમાં થઈ રહેલા પ્રદર્શનમાં સાંજ સુધી 89 લોકોના મોત થયા છે. મ્યાંનમારમાં થયેલા સૈન્ય તખ્તાપલટ બાદથી દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રદર્શનકારી ચૂંટાયેલી સરકારને ફરી સત્તામાં લાવવાની માંગ કરી રહ્યાં છે. 

આ પહેલા એક દિવસમાં સર્વાધિક મોત 14 માર્ચે થયા હતા જ્યારે મૃતકોની સંખ્યા 74થી 90 હોવાનું સામે આવ્યું હતું. આ હત્યાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાપક નિંદા થઈ છે અને મ્યાનમારમાં ઘણા કૂટનીતિક મિશનોએ નિવેદન જારી કર્યા છે જેમાં શનિવારે બાળકો સહિત નાગરિકોની હત્યાનો ઉલ્લેખ છે. મ્યાનમાર માટે યૂરોપીય સંઘના પ્રતિનિધિમંડળે ટ્વિટર પર કહ્યું, 76મો મ્યાંમા સશસ્ત્ર બલ દિવસ આતંક અને અસમ્માનના દિવસ તરીકે યાદ કરવામાં આવશે. બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા એવું કૃત્ય છે જેનો કોઈ બચાવ નથી. 

આન સાન સૂ ચીની ચૂંટાયેલી સરકારને એક ફેબ્રુઆરીએ તખ્તાપલટ દ્વારા હટાવવાના વિરોધમાં થનારા પ્રદર્શનોનો સામનો કરવા માટે સેના વધુ શક્તિનો ઉપયોગ કરી રહી છે અને તેવામાં મ્યાનમારમાં મૃત્યુ આંક સતત વધઠીરહ્યો છે. એસોસિએશન ઓફ પોલિટિકલ પ્રિઝનર્સે શુક્રવાર સુધી તખ્તાપલટ બાદ થયેલા દમનમાં 328 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. 

તો મ્યાંનમારની સેનાએ દેશની રાજધાનીમાં શનિવારે પરેડની સાથે વાર્ષિક સશસ્ત્ર બલ દિવસની ઉજવણી કરી. જ્યાં પ્રમુખ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્રાઇંગના તખ્તાપલટ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોનો પ્રત્યક્ષ ઉલ્લેખ ન કર્યો, પરંતુ તેમણે દેશની રાજધાની નેપીતાના પરેડ મેદાનમાં હજારો જવાનોની સમક્ષ આપેલા ભાષણમાં રાજ્યની શાંતિ તથા સામાજીક સુરક્ષા માટે હાનિકારલ થઈ શકનાર આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને તેને અસ્વીકાર્ય ગણાવ્યો. 

આ વર્ષના કાર્યક્રમને હિંસાને ઉશ્કેરવા તરીકે જોવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી કે તખ્તાપલટનો ડબલ જાહેર વિરોધ કરશે અને મોટા પ્રદર્શનોનું આયોજન કરશે. પ્રદર્શનકારીઓએ અવકાશને તેના મૂળ નામ પ્રતિરોધ દિવસ તરીકે મનાવ્યો જે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાની કબજાના વિરોધમાં બળવાની શરૂઆત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news