VIDEO: આનું નામ રાજનેતા! સાંસદે 500-500ની નોટો દેખાડી ઢોલીને 50-50 રૂપિયા પકડાવ્યા

Ram Mokariya Video: મોકરિયા સાહેબે વેપારી બુદ્ધી વાપરી મોટા ભાગની 500ની નોટો પોતાના ખિસ્સામાં મુકી અને ઢોલ વગાડનારા લોકોને અગાઉ આપેલી 50-50ની નોટો તેના જ ખિસ્સામાંથી કાઢી ઘોર કરવાને બદલે આપી દીધી.

VIDEO: આનું નામ રાજનેતા! સાંસદે 500-500ની નોટો દેખાડી ઢોલીને 50-50 રૂપિયા પકડાવ્યા

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં પ્રચાર સમયે રાજનેતાઓના અવનવા રંગ જોવા મળી રહ્યા છે. કોઈ રેલી કરી પ્રચાર કરે છે તો કોઈ જેસીબીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજકોટથી સાંસદ રામ મોકરિયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રામ મોકરિયા ઢોલીના ખિસ્સામાંથી ચલણી નોટ કાઢતા જોવા મળ્યા હતા. 

સાંસદે ઢોલીના ખિસ્સામાંથી 50ની નોટ કાઢી ઢોલી પર ઉડાવી હતી. એટલે કે, મોકરિયાએ પહેલા, 500-500ની નોટો ઉડાડવાનો દેખાવ કર્યો, ત્યારબાદ ઢોલીના ખિસ્સામાં કાઢીને 50 50 રૂપિયા ઉડાડયા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

આ ઘટના પરશોત્તમ રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે સમયની છે. પ્રચાર દરમિયાન સાંસદે ઢોલીના ખિસ્સામાંથી રૂપિયા કાઢી ઢોલીને જ આપતા આશ્ચર્ય સર્જાયું છે. આ સાથે જ મોકરિયાએ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના માથા પર પૈસા ફેરવ્યા અને ફરી ખિસ્સામાં મુકી દીધાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સાંસદે રૂપિયા તો ન ઉડાડયા પરંતુ ઢોલીના જ રૂપિયા ખિસ્સામાંથી લઈ અને ઢોલીને ઉડાડતા ચર્ચા જાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news