Foods For Constipation: શું તમે પણ કબજીયાતથી છો પરેશાન? આ ફાઈબર ફૂડ્સ કરશે તમારી મદદ

Fiber Foods Benefits: જો તમારૂ પાચન યોગ્ય રીતે થાય તો દરેક કામ સારી રીતે થાય છે. સારા સ્વાસ્થ્ય માટે પાચનતંત્ર મજબૂત હોવું જરૂરી છે. અમે તમને કેટલાક ફૂડ્સના નામ જણાવીશું જે તમારી કબજીયાત દૂર કરવામાં મદદ કરશે. 

Foods For Constipation: શું તમે પણ કબજીયાતથી છો પરેશાન? આ ફાઈબર ફૂડ્સ કરશે તમારી મદદ

નવી દિલ્હીઃ What To Eat In Constipation Problem: આજના સમયમાં લોકોની લાઇફસ્ટાઇલમાં ખુબ પરિવર્તન આવ્યું છે. જેના કારણે ઘણી બીમારીઓનો શિકાર થઈ રહ્યાં છે. આ સમસ્યામાંથી એક છે કબજીયાત. દરરોજ સવારે કબજીયાત તમને પરેશાન કરે છે. તે માટે તમે કેટલાક ફાઈબર રિચ ફૂડ્સને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આજે અમે તમને ફાઇબર ફૂડ્સ વિશે જણાવીશું, જે તમને કબજીયાતથી રાહત મેળવવામાં મદદ કરશે. 

પાચન મજબૂત કરવા માટે ફાઈબર ફૂડ્સ
1. ઓટ્સ

જો તમને પાચનની ગંભીર સમસ્યા છે તો નાશ્તામાં ઓટ્સને સામેલ કરો. ઓટ્સ એક દ્રાવ્ય ફાઇબર છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ઓટ્સ સ્ટૂલને નરમ બનાવવામાં અને કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં, ફાઇબર ખોરાક આંતરડાના આરોગ્યને મજબૂત કરે છે.

2. મસૂરની દાળ
ફાઈબર ફૂડ્સમાં મસૂરની દાળ ઉત્તમ હોય છે. આ એક બેસ્ટ ફાઈબર ફૂડ છે. મસૂરની દાળ દ્રાવ્ય અને કડક બંને રીતે કામ કરે છે. મસૂરની દાળ પણ મળ ત્યાગને સરળ બનાવવામાં મદદ કરે છે. કબજીયાતની સમસ્યા હોય તો મસૂરની દાળ જરૂર ખાવી જોઈએ. 

3.ચિયા બીજનો વપરાશ
જો તમને કબજીયાતની વધારે સમસ્યા રહે છે તો ચિયા સીડ્સ મદદરૂપ થઈ શકે છે. તેમાં ફાઇબર પર્યાપ્ત માત્રામાં હોય છે. ઉપરાંત, તેમાં હાજર દ્રાવ્ય ફાઇબર આંતરડાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તમે ચા અથવા સ્મૂધી સાથે ચિયા સીડ્સનું સેવન કરી શકો છો.

4. બ્રોકલી ખાવ
તમારા ડાઇટમાં બ્રોકલી જરૂર સામેલ કરો. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ ફાઈબર રિચ ફૂડ કબજીયાતથી પરેશાન લોકોને મદદ કરે છે. તેમાં રહેલ સલ્ફોરાફેન પણ આંતરડાના સોજા ઘટાડવામાં મદદ કરે છે. 

5. સફરજન
સફરજન ફાઈબરનો એક સારો સોર્સ છે. તે દ્રાવ્ય ફાઈબરમાનું એક છે. આ ફળ આપણા આંતરડાના વિકાસને પ્રોત્સાહન આપે છે. તેમાં હાજર પેક્ટીન એક પ્રકારનું દ્રાવ્ય ફાયબર છે, જે મળને નરમ બનાવે છે અને કબજિયાતમાં રાહત આપે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખાન પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો, ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news