IPL 2024: ઓપનિંગ મેચ સાથે જોડાયેલું છે 'બેડ લક', ધોની અને કોહલી માટે નથી સારા સમાચાર!

CSK vs RCB: અત્યાર સુધી 16 સીઝનમાં માત્ર પાંચ વખત ઓપનિંગ મેચ જીતનારી ટીમ ચેમ્પિયન બની શકે છે. સાથે ત્રણવાર તે ટીમે ટ્રોફી જીતી છે, જેણે ઓપનિંગ મેચ જીતી હોય.

IPL 2024: ઓપનિંગ મેચ સાથે જોડાયેલું છે 'બેડ લક', ધોની અને કોહલી માટે નથી સારા સમાચાર!

ચેન્નઈઃ IPL Opening Match Facts: આઈપીએલ 2024 સીઝનના પ્રથમ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આમને-સામને હશે. બંને ટીમ 22 માર્ચે બેંગલુરૂના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. આજે અમે તમને જણાવીશું ઓપનિંગ મેચ સાથે જોડાયેલા રસપ્રદ આંકડાઓ વિશે. આઈપીએલનું પ્રથમવાર આયોજન 2008માં થયું હતું. અત્યાર સુધી ટૂર્નામેન્ટની 16 સીઝન રમાઈ ચૂકી છે, પરંતુ 16 સીઝનમાં માત્ર 5 વખત ઓપનિંગ મેચ રમાનારી ટીમ ચેમ્પિયન બની છે. સાથે 3 ત્રણવાર તે ટીમે ટાઈટલ જીત્યું, જેણે ઓપનિંગ મેચ જીતી હોય.

છઠ્ઠીવાર ટાઈટલ જીતવા ઉતરશે ચેન્નઈ સુપરકિંગ્સ
અત્યાર સુધી આઈપીએલની ઓપનિંગ મેચમાં હારનારી 2 ટીમોએ ટાઈટલ જીત્યું છે. તેવામાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સાવધાન રહેશે. હકીકતમાં આ બંને ટીમો વચ્ચે આઈપીએલ 2024ની સીઝનનો ઓપનિંગ મુકાબલો રમાશે. એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત ટ્રોફી જીતી છે. તો આરસીબીની ટીમ હજુ સુધી ક્યારેય ચેમ્પિયન બની શકી નથી. ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2010, 2011, 2018, 2021 અને 2023માં ટાઈટલ કબજે કર્યું હતું. 

પ્રથમ ટાઈટલની આશામાં આરસીબી
તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્રથમવાર ટ્રોફી જીતવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. અત્યાર સુધી ટીમ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. પરંતુ આરબીસીની ટીમ ત્રણવાર આઈપીએલ ફાઈનલ રમી ચૂકી છે, જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમવાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આઈપીએલ 2009માં ફાઈનલમાં પહોંચી હતી. ત્યારરબાદ 2011ના ફાઈનલમાં ચેન્નઈ સામે આરસીબીનો પરાજય થયો હતો. જ્યારે વિરાટ કોહલીની આગેવાનીમાં આરસીબીની ટીમ 2016માં ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં હૈદરાબાદ સામે તેનો પરાજય થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news